મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાંથી વતનમાં જવાની બાબતે પતિ સાથે બોલાચાલી થતાં પરિણીતાએ કર્યો આપઘાત


SHARE







વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાંથી વતનમાં જવાની બાબતે પતિ સાથે બોલાચાલી થતાં પરિણીતાએ કર્યો આપઘાત

વાંકાનેર તાલુકાની હદમાં આવતા સરતાનપર રોડ ઉપર કારખાનાની લેબર કવાર્ટરમાં પરણીતાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને મૃતક મહિલાના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે પતિ અને પત્ની વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી જે બાબતને લઈને પરણીતાએ આપઘાત કર્યો હોવાનું હાલમાં પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાની હદમાં આવતા સરતાનપર રોડ ઉપર આવેલ સંસ્કાર ઝોન્સ સીરામીકના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા રોહિતદાસ નારવેના પત્ની સુનિતાબેન નારવે (ઉંમર ૧૯) એ લેબર ક્વાર્ટરની અંદર ગળાફસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની વાંકાનેર તાલુકા પોલીન્ને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી પ્રમાણે મૃતક પરણીતાએ ત્રણ વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરેલ છે અને પતિ-પત્ની વચ્ચે વતનમાં જવા બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ પરણીતાને લાગી આવતા તેણે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનું મૃતક મહિલાના પતિએ જણાવ્યુ છે

રિક્ષામાંથી પડી જતા ઇજા

મોરબીના માળિયા મીંયાણા તાલુકાના જુના ઘાંટીલા ગામે રહેતો અનિલ ગુલાબભાઈ ઉપાસરિયા નામનો ૩૨ વર્ષનો યુવાન જૂના ઘાંટીલા ગામે છકડો રિક્ષામાં જતો હતો ત્યાં તે રિક્ષામાંથી નીચે પડી જતા ઈજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો જેથી કરીને એ ડિવિઝન પોલીસમાં મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા તપાસ કરીને બનાવ અંગે માળિયા પોલીસને જાણ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના માળિયા મીંયાણા તાલુકાના ખાખરેચી ગામ પાસે બાઈક સ્લીપ થઈ જવાના અકસ્માત બનાવમાં મોરબીના સબજેલ ચોક સામેના વિસ્તારમાં રહેતા મનોજભાઇ પ્રેમજીભાઈ સોલંકી નામના ૪૧ વર્ષીય યુવાને ઇજાઓ થતા તેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.






Latest News