મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો ભાજપના સભ્યોમાં ગણગણાટ: મોરબી મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાંથી હટાવવામાં આવેલા પાંચેય સભ્યોને ચેરમેન પદની લ્હાણી કેમ ?, બીજા કોઈ લાયક નથી ! રોટરી ક્લબ ઓફ મોરબીના પ્રમુખ પદે હુઝૈફાભાઈ લાકડાવાલા-સેક્રેટરી પદે સોનલબેન શાહની વરણી મોરબી જે.એલ.મહેતા વિદ્યાલય ખાતે ગાયત્રી પરિવાર દ્વારા વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો લોકોના આરોગ્ય સાથે ખુલ્લે આમ ચેડાં ?: મોરબીમાં ફાસ્ટફૂડ-હોટલમાંથી ફૂગ વાળા પીઝા રોટલા, વસી નુડલ્સ, ભાત અને મંચુરિયનનો જથ્થો મળ્યો ! મોરબીમાં નંદીઘરના સંચાલન બનાવવામાં આવેલ મોનિટરિંગ ટીમ બરખાસ્ત્ત !: હવે આરોગ્ય ચેરમેનને જવાબદારી સોપાઈ મોરબી જિલ્લામાં શનિવારથી નારી વંદન સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાશે મોરબીના મકનસર ખાતે પાકિસ્તાની નાગરિકો માટે એલ.ટી.વી. રીન્યુઅલ અને સિટીઝનશિપ કામગીરી અર્થે શનિવારે ખાસ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના નર્મદા બાલઘર દ્વારા વાંકાનેરની ૪૦ શાળાઓને થ્રીડી પ્રિન્ટર અને વીઆર ગ્લાસનું વિતરણ-તાલીમ અપાઇ


SHARE







મોરબીના નર્મદા બાલઘર દ્વારા વાંકાનેરની ૪૦ શાળાઓને થ્રીડી પ્રિન્ટર અને વીઆર ગ્લાસનું વિતરણ-તાલીમ અપાઇ

મોરબીના નર્મદા બાલઘર દ્વારા ગાયત્રી મંદિર-વાંકાનેર ખાતે ૪૦ શાળાઓને થ્રીડી પ્રિન્ટર તથા વીઆર ગ્લાસ વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા.વિનામૂલ્યે આપવાનો મુખ્ય હેતુ શિક્ષણ અને શિક્ષકોને સશક્ત બનાવવાનો છે. ફ્રી માં વિતરણ તથા તાલીમનો મુખ્ય હેતુ એ હતો કે શિક્ષકો થ્રીડી પ્રિન્ટરને ઍસેમ્બલ કરતાં શીખે, સીએડીની ડિઝાઇન બનાવતા શીખે તેનો ઉપયોગ કરતાં શીખે અને હજારો બાળકોને  ટેકલોનોલોજીનું જ્ઞાન પ્રાપ્ત કરાવે અને પોતાની રીતે પગભર બનવા માટે મદદરૂપ થાય.ટૂંક સમયમાં મોરબી જિલ્લાના તમામ બાળકો માટે સીએડીની સ્પર્ધા કરવામાં આવશે અને સાથે આવનારી ટેકનોલોજીનું રોજિંદા જીવનમાં ઉપયોગ ઉપર મોરબી જિલ્લાના શિક્ષકો વચ્ચે પણ સ્પર્ધા કરવામાં આવશે જેમાં આકર્ષક ઇનામો પણ આપવામાં આવશે.આ કાર્યક્રમના મુખ્ય અતિથિપદે ડૉ.ભાનુબેન મહેતા અને તેમના પુત્ર દેવેશ મહેતા, નર્મદા બાલ ઘરના ફાઉન્ડર ટ્રસ્ટી ભરતભાઈ મહેતા, મારવાડી યુનિવર્સિટીના ડીન ડૉ.આર.બી.જાડેજા, ડૉ.બળવંત જાની, ડૉ.અનામીક શાહ, રાજકોટ સાયન્સ સેન્ટરના રમેશભાઈ ભાયાણી, રાજકોટ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના પ્રમુખ ડૉ.ડી.વી.મહેતા, સ્પીપા લેક્ચરર વિવેક જોશી, બાલઘરના ટ્રસ્ટી જયેશ ઓઝા અને વાંકાનેરની ૪૦ શાળાઓના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News