વાંકાનેરના મહિકા ગામે આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર ખાતે ડિઝીટલ એક્ષ રે કેમ્પ યોજાયો મોરબી નાગરિક સહકારી બેંકના ડિરેક્ટરોની ચૂંટણીનું પરિણામ જાહેર, ફૂલના નિશાન ઉપર 5 - સિંહના નિશાન ઉપર 1 ઉમેદવારનો વિજય ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો
Breaking news
Morbi Today

મોરબી નજીકના સોખડા ગામેથી દારૂ-બિયરની  ૧૧,૦૫૨ બોટલ સાથે એમપીનો એક પકડાયો, અન્યની શોધખોળ


SHARE













મોરબી નજીકના સોખડા ગામેથી દારૂ-બિયરની  ૧૧,૦૫૨ બોટલ સાથે એમપીનો એક પકડાયો, અન્યની શોધખોળ

મોરબી એલસીબીના સ્ટાફને મળેલ બાતમીને આધારે સ્ટાફે મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલ સોખડા ગામ પાસેના કિશનગઢ ગામની સીમમાં રેડ કરી હતી જ્યાંથી મળી આવેલ ટ્રકમાં સર્ચ કરવામાં આવતા વિદેશી દારૂની ૯૬૩૬ બોટલ તેમજ બિયરના ૧૪૧૬ ટીન મળી આવતા દારૂ તેમજ બીયરનો જથ્થો તથા ટ્રક મળીને હાલમાં રૂા.૨૦.૨૪ લાખના મુદામાલની સાથે મધ્યપ્રદેશના એક ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવેલ છે અને સોખડા ગામના ગઢવી ઈસમ સહિતનાઓની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.

મોરબી એલસીબીની ટીમે એક જ રાતમાં જુદી જુદી બે જગ્યાઓએ દારૂ અંગે રેડ કરીને અધધ વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો.જેમાં મોરબીના રવાપર-લીલાપર રોડ ઉપર આવેલ રાધે પાર્ટી પ્લોટ પાછળ ગૌશાળા નજીકના ગોડાઉનમાં રેડ કરીને ત્યાંથી ૮૯૮૮ બોટલ વિદેશી દારૂ કિંમત રૂપિયા ૪૦,૫૧,૮૦૦ નો મુદામાલ પકડી પાડવામાં આવ્યો હતો અને તે દરમિયાનમાં એલસીબીના સ્ટાફને મળેલ બીજી બાતમી મળી હતી.જેમા એલસીબીના સ્ટાફના નિરવભાઈ મકવાણા, ભરતસિંહ ડાભી અને દશરથસિંહ પરમારને બાતમી મળી હતી કે સોખડાના રહેવાસી નયન રાયકાભાઇ ગઢવી દ્વારા દારૂનો જથ્થો ઉતારવામાં આવનાર છે.તેવી મળેલ હકીકત આધારે ઉપરી અધિકારીઓને વાકેફ કરીને એલસીબીના સ્ટાફ દ્વારા મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલ સોખડા ગામ નજીક કિશનગઢ ગામની સીમમાં રેડ કરવામાં આવી હતી.જ્યાં બાતમી મુજબનો ટ્રક નંબર જીજે ૭ ઝેડ ૭૫૨૪ મળી આવ્યો હતો અને તે ટ્રકની તલાસી લેવામાં આવતા ટ્રકમાંથી વિદેશી દારૂની જુદીજુદી બ્રાન્ડની કુલ ૯૬૩૬ બોટલ કિંમત રૂા.૧૧,૮૨,૦૦૦ તેમજ બિયરના ૧૪૧૬ ટીન મળી આવ્યા હતા જેથી રૂા.૧,૪૧,૬૦૦ ની કિંમતનો બિયરનો જથ્થો એમ કુલ મળીને દારૂ-બિયરની ૧૧,૦૫૨ બોટલો કિંમત રૂપિયા ૧૩,૨૩,૬૦૦ તેમજ રૂપિયા સાત લાખનો ટ્રક એમ કુલ રૂા.૨૦,૨૩,૬૦૦ ની મતા સાથે સ્થળ ઉપરથી એલસીબીના સ્ટાફ દ્વારા મદન અજુદી કંન્છેદી વિશ્વકર્મા જાતે મિસ્ત્રી (ઉંમર ૩૬) ધંધો ડ્રાઇવિંગ રહે.ધૌરાજ જેરથ ગામ તાલુકો બટીગઢ જિલ્લો દમોહ મધ્યપ્રદેશની ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં મદન મિસ્ત્રી ઉપરાંત દારૂ મંગાવનાર મોરબી તાલુકાના સોખડા ગામના નયન રાયકાભાઈ ગઢવી તેમજ તપાસમાં ખૂલે તે તમામ સામે મોરબી તાલુકા પોલીસ મથક ખાતે ગુનો નોંધાવીને તે બુટલેગરોની પોલીસ દ્રારા શોધખોળ શરૂ કરવામાં આવેલ છે.

વાહન અકસ્માતમાં ઇજ

ટંકારા તાલુકાના સજ્જનપર ગામે રહેતા પ્રભુલાલ કરમશીભાઈ માધાણી નામનો ૩૯ વર્ષનો યુવાન કોઠારીયા-જડેશ્વર રોડ ઉપરથી બાઈક લઈને જતો હતો ત્યારે અન્ય બાઇકની સાથે તેનું બાઈક અથડાતા પ્રભુલાલને ઇજાઓ પહોંચી હતી જેથી તેને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.જ્યારે મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા અકબરભાઇ જીવરાની નામના ૬૩ વર્ષીય વૃદ્ધ જોધપર નદી ગામે ગરબી ચોક પાસે હતા ત્યાં તેઓને ડાબા હાથના ભાગે સાપ કરડી જતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હત

ઝેરી દવા પી જતા સારવારમા

હળવદમાં રહેતા મંજુબેન મનોજભાઈ રાઠવા નામના ૫૦ વર્ષની આધેડ મહિલાએ તેમના ઘેર કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા જેથી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા તપાસ કરવામાં આવી હતી.જ્યારે જામનગરના જોડિયા તાલુકાના પીઠડ ગામે રહેતા કૈલાષભાઈ રામસિંગભાઈ રાજાવત નામના ૫૦ વર્ષના આધેડને પીઠડ ગામે વસંતભાઈની વાડીએ કામ દરમિયાન સાપ કરડી જતા તેમને પણ અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News