મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો ભાજપના સભ્યોમાં ગણગણાટ: મોરબી મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાંથી હટાવવામાં આવેલા પાંચેય સભ્યોને ચેરમેન પદની લ્હાણી કેમ ?, બીજા કોઈ લાયક નથી ! રોટરી ક્લબ ઓફ મોરબીના પ્રમુખ પદે હુઝૈફાભાઈ લાકડાવાલા-સેક્રેટરી પદે સોનલબેન શાહની વરણી મોરબી જે.એલ.મહેતા વિદ્યાલય ખાતે ગાયત્રી પરિવાર દ્વારા વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો લોકોના આરોગ્ય સાથે ખુલ્લે આમ ચેડાં ?: મોરબીમાં ફાસ્ટફૂડ-હોટલમાંથી ફૂગ વાળા પીઝા રોટલા, વસી નુડલ્સ, ભાત અને મંચુરિયનનો જથ્થો મળ્યો ! મોરબીમાં નંદીઘરના સંચાલન બનાવવામાં આવેલ મોનિટરિંગ ટીમ બરખાસ્ત્ત !: હવે આરોગ્ય ચેરમેનને જવાબદારી સોપાઈ મોરબી જિલ્લામાં શનિવારથી નારી વંદન સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાશે મોરબીના મકનસર ખાતે પાકિસ્તાની નાગરિકો માટે એલ.ટી.વી. રીન્યુઅલ અને સિટીઝનશિપ કામગીરી અર્થે શનિવારે ખાસ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના મધ્યમથી અકસ્માત વળતરનો ચેક અપાયો


SHARE







મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના મધ્યમથી અકસ્માત વળતરનો ચેક અપાયો

મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા અને હળવદ ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ અશ્વિનભાઈ મારવણીયાને રૂપિયા ૧૩૦૦૬૦૯ નો ચેક આપવામાં આવેલ છે જેની માહિતી આપતા લાલજીભાઈએ જણાવ્યુ હતું કે, મોરબીના રહીશ શૈલેષભાઈ મકવાણાનો ડ્રાઈવર ગાડી લઈને વાંકાનેર જતા ટોલનાકા પાસે કુતરૂ આડુ ઉતરતા ગાડી સાઈનબોર્ડ સાથે અથડાતા નુક્સાન થયેલ અને તેનો દાવો ટાટા જનરલ ઇન્સ્સોરન્સ પર મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા કરવામા આવતા ગ્રાહક અદાલતે તા.૧૧/૯/૨૦૨૦ થી ૯ ટકા ના વ્યાજ અને ૫૦૦૦ ના ખર્ચ સાથે રૂપિયા ૧૩૦૦૬૦૯ મંજુર થતા ચેક શૈલેષભાઈને આપવામા આવ્યો હતો અને કોઈ પણ ગ્રાહકને આન્યાય થાય તો મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનો સંપર્ક કરવા માટે સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતાઅપીલ કરી છે






Latest News