મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના રણછોડનગરમાં લાઇટ, પાણી, રસ્તા, ગટરની સુવિધા માટે સીએમને રજૂઆત


SHARE









મોરબીના રણછોડનગરમાં લાઇટ, પાણી, રસ્તા, ગટરની સુવિધા માટે સીએમને રજૂઆત

મોરબી નગરપાલિકામાં આવતા રણછોડનગર વિસ્તારમાં આંતરિક  રસ્તાઓ, ભૂગર્ભગટર અને સફાઈ સહિતની પ્રાથમિક સુવિધાઓ લોકોને મળી રહી નથી જેથી કરીને મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ આ મુદે સીએમને રજૂઆત કરેલ છે

 મોરબી નગરપાલિકામાં આવતા અને રણછોડનગર નામે જાણીતા વિસ્તારમાં આજે ૩૦ વર્ષ પછી પણ લોકોને ટેક્ષ ભરતા હોવા છતાં પણ પાલિકા દ્વારા સારી પ્રાથમિક સુવિધા આપવામાં આવી રહી નથી જેમાં ખાસ કરીને પીવાનું પાણી ખુબ જ અનિયમિત આવે છે, સફાઈની તો કોઈ વાત જ નથી, અને આંતરીક રોડ જ નથી બનાવ્યા, સ્ટ્રીટ લાઈટો પણ ચાલતી નથી માટે લોકોને હેરાન થવું પડે છે વધુમાં તેઓએ એવો આક્ષેપ કરેલ છે કે, સ્થાનિક  કાઉન્સીલરોને તો પોતાનું તરભાણું ભરાય તેમા જ રસ છે. ચાલુ ધારાસભ્ય અને રાજ્ય ના મંત્રીને પણ આ વિસ્તાર દેખાતો નથી તો માજી ધારાસભ્ય પણ આ બાબતે કોઈ વાત કરતા નથી ! માટે આ વિસ્તારના લોકો સાથે ઓરમાયું વર્તન કેમ કરવામાં આવે છે તે સૌથી મોટો સવાલ છે અને આ વિસ્તારના લોકોને સારા રસ્તા, ભૂગર્ભ ગટરની વ્યવસ્થા, સફાઈ, પાણી સહિતની સુવિધા આપવા માટે જરૂરી આદેશ કરવામાં આવે તેવી માંગ કરેલ છે અને જો સુવિધાઓ નહિ આપવામાં આવે તો લોકોને સાથે રાખીને ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે




Latest News