મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો ભાજપના સભ્યોમાં ગણગણાટ: મોરબી મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાંથી હટાવવામાં આવેલા પાંચેય સભ્યોને ચેરમેન પદની લ્હાણી કેમ ?, બીજા કોઈ લાયક નથી ! રોટરી ક્લબ ઓફ મોરબીના પ્રમુખ પદે હુઝૈફાભાઈ લાકડાવાલા-સેક્રેટરી પદે સોનલબેન શાહની વરણી મોરબી જે.એલ.મહેતા વિદ્યાલય ખાતે ગાયત્રી પરિવાર દ્વારા વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો લોકોના આરોગ્ય સાથે ખુલ્લે આમ ચેડાં ?: મોરબીમાં ફાસ્ટફૂડ-હોટલમાંથી ફૂગ વાળા પીઝા રોટલા, વસી નુડલ્સ, ભાત અને મંચુરિયનનો જથ્થો મળ્યો ! મોરબીમાં નંદીઘરના સંચાલન બનાવવામાં આવેલ મોનિટરિંગ ટીમ બરખાસ્ત્ત !: હવે આરોગ્ય ચેરમેનને જવાબદારી સોપાઈ મોરબી જિલ્લામાં શનિવારથી નારી વંદન સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાશે મોરબીના મકનસર ખાતે પાકિસ્તાની નાગરિકો માટે એલ.ટી.વી. રીન્યુઅલ અને સિટીઝનશિપ કામગીરી અર્થે શનિવારે ખાસ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી ઔદિચ્ય વિદ્યોતેજક મંડળ દ્વારા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ સમારોહ યોજાશે


SHARE







મોરબી ઔદિચ્ય વિદ્યોતેજક મંડળ દ્વારા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ સમારોહ યોજાશે

મોરબીમાં ઔદિચ્ય વિદ્યોતેજક મંડળ દ્રારા જ્ઞાતિની વાડી ખાતે વિજયા દશમીના દિવસે તેજસ્વીતા અભિવાદન સમારોહ યોજાશે જેમા ધો.૧ થી કોલેજ સુધીના તેજસ્વી તારલાઓને શિલ્ડ આપીને આગેવાનોના હસ્તે સન્માનીત કરવામાં આવશે.છેલ્લા ત્રણ દાયકાથી યોજાતા આ કાર્યક્રમની શરૂઆતમાં શાસ્ત્ર તેમજ શસ્ત્ર પુજન કરવામાં આવશે.

આ અંગેની માહિતી આપતા ઔદિચ્ય વિદ્યોતેજક મંડળના પ્રમુખ મનીષ યાજ્ઞિક અને મહામંત્રી ધ્યાનેશ રાવલએ જણાવ્યુ છે કે, છેલ્લે મળેલી કારોબારી સમિતિની બેઠકમાં નક્કી થયા મુજબ વાંકાનેર દરવાજે રામઘાટ પાસે આવેલ જ્ઞાતિની વાડી ખાતે આગામી તા.૫-૧૦ ને બુધવારના રોજ વિજયા દશમીના દિવસે સાંજે પાંચ વાગ્યે તેજસ્વીતા અભિવાદન સમારોહ યોજાશે જેમા ધો.૧ થી કોલેજ સુધીના તેજસ્વી તારલાઓને શિલ્ડ આપીને આગેવાનોના હસ્તે સન્માનીત કરવામાં આવશે.વધુમાં હોદેદારોના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ દાયકાથી યોજાતા આ કાર્યક્રમની શરૂઆતમાં શાસ્ત્ર તેમજ શસ્ત્રોનું પુજન પણ કરવામાં આવશે.

ગાયત્રી મંદિર

મોરબીના વાઘપરામાં આવેલા ગાયત્રી મંદિર ખાતે નોરતાને લઈને ગરમીનું આયોજન કરવામાં આવે છે જેને લીધે સર્વ બ્રહ્મસમાજ મહિલા પરીવારને જાણવાનું કે, ગાયત્રી મંદિરએ ઘણા વરસોથી  બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત  "ગાયત્રી ગરબી મંડળ"  જે  કોઈ સ્વાર્થ વિના અને વિના મૂલ્યે કરવામાં આવે છે. અને ત્યાં સર્વ જ્ઞાતિની દીકરીઓ માટે ગરબા રમે છે અને દિકરીઓને દરરોજ લાહણી આપવામાં આવે છે અને આ ગરબીમાં અવનવા ગરબા સાથે કચ્છી ડાન્સ રજૂ કરવામાં આવશે જેથી કરીને તે માણવા માટે બ્રહ્મ સમાજ  જિલ્લા અને શહેરની ગરબીના  હોદેદાર વતી દર્શનાબેન (દક્ષાબેન) જોષીએ લોકોને આમંત્રણ આપ્યું છે.






Latest News