મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં શનાળા ખાતે ૩૩ કરોડના ખર્ચે નિર્માણ પામશે અદ્યતન કોર્ટ બિલ્ડીંગ: બ્રિજેશભાઇ મેરજા


SHARE







મોરબીમાં શનાળા ખાતે ૩૩ કરોડના ખર્ચે નિર્માણ પામશે અદ્યતન કોર્ટ બિલ્ડીંગ: બ્રિજેશભાઇ મેરજા

જ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના સતત પ્રયત્નો અને મોરબી જિલ્લા પ્રત્યેની નિષ્ઠાને પગલે મોરબીમાં 33 કરોડના ખર્ચે નવું કોર્ટ બિલ્ડીંગ તેમજ ટંકારા ખાતે ૭.૩૫ કરોડના ખર્ચે કોર્ટ બિલ્ડીંગ મંજૂર કરવામાં આવ્યું છે.

મોરબીમાં હયાત કોર્ટ બિલ્ડિંગ ઉપરાંત કોર્ટના નવા બિલ્ડીંગની જરૂરિયાત ઊભી થતા મોરબીના ન્યાયાલય સાથે સંકળાયેલા વકીલ મિત્રો અને આગેવાનોની રજૂઆતોના સંદર્ભે મોરબી માળીયા ધારાસભ્ય તેમજ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ રાજ્યના કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સમક્ષ મોરબીમાં વધારાનું કોર્ટ બિલ્ડીંગ મંજૂર થાય તેવી ભારપૂર્વક માંગણી કરી હતી. જે અન્વયે મોરબીના શનાળા પાસે રૂપિયા 33 કરોડના ખર્ચે નવું કોર્ટ બિલ્ડીંગ બને તેવી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

કાયદા વિભાગની મંજૂરી બાદ આ નવા કોર્ટ બિલ્ડિંગના બાંધકામની તજવીજ માર્ગ અને મકાન વિભાગે હાથ ધરી છે જે અંતર્ગત જમીન સંપાદન, સૈદ્ધાંતિક મંજૂરી તેમજ વહીવટી મંજૂરીની પ્રક્રિયા રાજ્યમંત્રી  બ્રિજેશભાઈ મેરજાના સતત માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગે હાથ ધરી હતી. માર્ગ અને મકાન વિભાગે આ નવા કોર્ટ બિલ્ડીંગ માટે ૩૮ કરોડનું ટેન્ડર સુનિશ્ચિત કરી નાણા વિભાગની મંજૂરી માટે મોકલ્યું હતું. મંત્રીશ્રીના નાણા વિભાગના સંબંધિત અધિકારીઓ સાથે સતત ફોલોઅપના પગલે આ કોર્ટ બિલ્ડીંગનું રૂપિયા 33 કરોડના ખર્ચે નણા વિભાગે ટેન્ડર મંજૂર કરેલ છે જેની સત્તાવાર મંજૂરી પણ માર્ગ મકાન વિભાગે આપી દીધી છે. આમ, મોરબી ને 33 કરોડના ખર્ચે નવા ન્યાયાલયનું નજરાણું મળે તે માટે મંત્રીએ મહત્વનો ભાગ ભજવ્યો છે. આ ઉપરાંત સાંસદ મોહનભાઈ કુંડારીયા અને વિનોદભાઈ ચાવડા તથા અગ્રણી દુર્લભજીભાઈ દેથરિયાની લાગણીને ધ્યાને લઈ મોરબી ઉપરાંત ટંકારામાં પણ કોર્ટ બિલ્ડીંગ મંજુર કરાવવા માટે જહેમતને પણ સફળતા મળી છે. ટંકારામાં પણ ૭.૩૫ કરોડના ખર્ચે નવું કોર્ટ બિલ્ડીંગ નિર્માણ પામનાર છે

રાજ્યમંત્રી બ્રિજેશભાઇ કાલે મોરબી જિલ્લામાં

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજા એક દિવસ મોરબી જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. મંત્રી બ્રિજેશભાઇ મેરજા ૧-ઓક્ટોબર ૨૦૨૨ ના રોજ સવારે ૯:૦૦ કલાકે માળિયા તાલુકાના કુંભારીયા ખાતે વિવિધ સ્થાનિક કાર્યક્રમમાં હજરી આપશેv






Latest News