​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર ગામે વાહન ઉપર લખેલ 'જય ભીમ' કાઢી નાખવાનું કહીને યુવાન ઉપર હુમલો


SHARE









મોરબીના પંચાસર ગામે વાહન ઉપર લખેલ 'જય ભીમ' કાઢી નાખવાનું કહીને યુવાન ઉપર હુમલો

મોરબી તાલુકાના પંચાસર ગામે ગઈકાલે રાત્રિ દરમિયાન ઝઘડો થયો હતો જેમાં યુવાન ઉપર બોલાચાલી કર્યા બાદ ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોય આ અંગે પંચાસર ગામના લોકો પોલીસ મેથકે આવ્યા હતા અને યુવાનના વાહનના કાચ ઉપર લખેલ "જય ભીમ" ને કાઢી નાંખવાનું કહીને તેની સાથે ઝઘડો કર્યા બાદ હુમલો કરવામાં આવ્યો હતો જેથી ભોગ બનેલ યુવાન દ્રારા ફરિયાદ કરવામાં આવતા તાલુકા પોલીસે હાલમાં એક શખ્સ સામે ફરિયાદ નોંધીને આગળની તજવીજ હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબી નજીકના પંચાસર ગામે રહેતા અને ભાર વાહન ચલાવીને ગુજરાન ચલાવતા જગદીશ બાબુભાઇ પરમાર નામના ૩૫ વર્ષના યુવાન ઉપર ગામમાં જ રહેતા હિતુભા વિક્રમસિંહ ઝાલા નામના શખ્સ દ્રારા બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો અને બાદમાં ઘરે જઈને તે યુવાનની સાથે ઝપાઝપી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ યુવાન સહિતના લોકો પોલીસ મથકે દોડી આવ્યા હતા અને બાદમાં ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં હાલમાં જગદીશ બાબુભાઈ પરમાર નામના યુવાને પંચાસર ગામના હિતુભા વિક્રમસિંહ ઝાલા સામે તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે

જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદીએ પોતાની મહેન્દ્રા કંપનીની જીતો નામના ભાર વાહક વાહન નંબર જીજે ૩૬ ટી ૫૦૬૭ ના કાચ ઉપર “જય ભીમ” લખાવેલું હોય તે લખાણ કાઢી નાખવાનું કહીને તેની સાથે ઝઘડો કરવામાં આવ્યો હતો અને બાદમાં તેના ઘરે આવીને હિતુભા ઝાલાએ ઉશકેરાઈ જઈને ઝપાઝપી કરી હતી અને જગદીશભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી હાલમાં જગદીશભાઈ પરમારની ફરિયાદ ઉપરથી મોરબી તાલુકા પોલીસ દ્વારા હિતુભા વિક્રમસિંહ ઝાલા સામે એટ્રોસિટી અને ધમકી આપવા સબબ ગુનો નોંધવામાં આવ્યો છે જેની તપાસ ઇન્ચાર્જ એસ.સી.એસ.ટી. સેલના ડીવાયએસપી પી.એ. ઝાલા ચલાવી રહ્યા છે.




Latest News