ટંકારાના મીતાણા નજીક રીક્ષામાં બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ કરનાર રાજકોટના શખ્સ સહિત બે પકડાયા: 6.81 લાખનો મુદામાલ કબ્જે મોરબીના પાનેલી ગામે જૂના મનદુ:ખમાં યુવાન ઉપર ધોકા વડે હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીના સામાકાંઠા વિસ્તારના પરિવારની યુવતી ગુમ, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીમાં આવેલ જીઆઇડીસીમાં ડેરીની અંદર દૂધ ગરમ કરવાના બોઇલરમાં થયો બ્લાસ્ટ: એકને ઇજા ટંકારા ઓવરબ્રિજ પાસે એસટી બસને ટક્કર મારીને 50 હજારનું નુકશાન કરનારા ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકામાં વિદેશી દારૂની 4 રેડ, 14 બોટલ દારૂ સાથે 4 પકડાયા: હળવદના ગોલાસણ ગામેથી 1200 લિટર આથો ઝડપાયો હળવદના ચરડવા ગામ પાસે 1188 બોટલ દારૂ ભરેલ ઇનોવા ઝડપાઇ, કાર ચાલક ફરાર: 8.98 લાખનો મુદામાલ કબ્જે વાંકાનેરના પંચાસિયા ગામે પતિએ રસોઈ બાબતે ઠપકો આપતા મહિલાએ ઝેરી દવા પીને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીની નંબર વન શક્તિ ચોક ગરબીમાં માડી તારા અઘોર નગારા-તલવાર રાસ સહિતના રાસ ગરબાની રમઝટ


SHARE













મોરબીની નંબર વન શક્તિ ચોક ગરબીમાં માડી તારા અઘોર નગારા-તલવાર રાસ સહિતના રાસ ગરબાની રમઝટ

મોરબીના શક્તિ ચોકમાં છેલ્લા ૩૯ વર્ષોથી પ્રાચીન ગરબી કરવામાં આવે છે જેમાં ભાગ લેતી બાળાઓ દ્વારા લોકો સમક્ષ માડી તારા અઘોર નગારા, બન્દીસ રાસ, તલવાર રાસ સહિતના અવનવા રાસ ગરબા રજુ કરવામાં આવે છે જે રાસ ગરબા જોવા માટે લોકો ન માત્ર મોરબી પરંતુ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા હોય છે અને તેની સમક્ષ બાળાઓ દ્વારા રાસ ગરબા રજુ કરવામાં આવતા હોય છે જો કે આ રાસ તૈયાર કરવા માટે બાળાઓ દ્વારા દોઢ મહિના પહેલા પ્રેકટીશ શરૂ કરવામાં આવ છે ત્યારે પાંચ થી દસ મીનીટનો રાસ રજુ કરવામાં આવતો હોય છે અને સૌથી મોટી વાત એ છે ઐહિ માતાજીનાં ચચાર ચોકમાં હિન્દુ અને મુસ્લીમ સમાજની બાળાઓ દ્વારા એકી સાથે માતાજીની ભક્તિ સાથે રસ રજૂ કરવામાં આવે છે

મોરબી શહેરના ખાટકીવાસ વિસ્તારની બાજુમાં જ ગેસ્ટ હાઉસ રોડના ખૂણે શક્તિ ચોક ગરબીનું છેલ્લા ૩૯ વર્ષથી આયોજન કરવામાં આવે છે જેમાં માત્ર હિન્દુ જ નહિ પરંતુ મુસ્લિમ બાળાઓ પણ માતાજીના ગરબા પર અવનવા રાસ રજુ કરતી હોય છે જેથી આ ગરબી મોરબીના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી અહી માતાજીની આરાધના કરતી બાળાઓ દ્વારા નવરાત્રી દરમ્યાન માડી તારા અધોર નગર, ટીપ્પણી રાસ, બન્દીસ રાસ, માડી તારા અઘોર નગર, તલવાર રાસ સહિતના રાસ ગરબા લોકો સમક્ષ રજુ કરવામાં આવે છે

મોરબી શક્તિ ચોક ગરબીના આયોજક ક્રિપાલસિંહ ઝાલા સાથે વાત કરતા તેમને કહ્યું હતું કે, શહેરની નંબર વન કહી શકાય તેવી શક્તિ ચોકની પ્રાચીન ગરબી મુસ્લિમ વિસ્તારમાં યોજાઈ છે અને તેમાં હિંદુ તેમજ મુસ્લિમ બાળાઓ દ્વારા ગરબાના તાલે જુદાજુદા રાસ રજુ કરવામાં આવે છે આ ગરબી ૩૯ વર્ષથી ચાલુ છે જો કે, આધુનિકતા સાથે સમન્વય કરીને આયોજકો દ્વારા ગરબીનું આયોજન કરવામાં આવે છે અને પ્રાચીન ભક્તિના મુલ્યોને જાળવી રાખતી આ ગરબીમાં બાળાઓ દ્વારા માડી તારા અઘોર નગારા, તલવાર રાસ, વરસે ભેલ વાદળી અને વાયુ ભેલ વાય તે સહીત કુલ મળીને ૪૦ થી વધુ રાસ તૈયાર કરવામાં આવે છે અને તે તમામ રાસને નવરાત્રીના નવ દિવસ દરમ્યાન શક્તિ ચોક ગરબીમાં બાળાઓ દ્વારા રજુ કરવામાં આવે છે

શક્તિ ચોક ગરબી મંડળની બાળાઓ દ્વારા પ્રાચીન ગરબામાં જ થોડી આધુનિકતા લાવીને અવનવા રાસ છેલ્લા દોઢ કે બે મહિના સુધી પ્રેકટીશ કરીને તૈયાર કરવામાં આવ્યા છે અને “માઁ શક્તિના ચાચર ચોક”માં બાળાઓ દ્વારા તેને લોકોની સમક્ષ રજુ કરવામાં આવી રહ્યા છે અહી નવરાત્રી દરમ્યાન જે રાસ ગરબા રજુ કરવામાં આવે છે તેને જોઇને લોકો પણ મંત્ર મુગ્ધ થઇ જાય છે આટલું જ નહિ આ ગરબીમાં આવતી હિંદુ તેમજ મુસ્લિમ પરિવારની બાળાઓ દ્વારા નવરાત્રી પહેલા જે અવનવા રાસ તૈયાર કરવામાં આવ્યા હોય છે તેને જયારે લોકોની સમક્ષ રજુ કરવામાં આવે છે ત્યારે લોકો પણ મંત્રમુગ્ધ થઈ જાય છે

આધુનિકતા અને પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણની આંધળી દોટમાં દિવસેને દિવસે શેરી ગરબા, ગરબી વિગેરેનું મહત્વ ઘટતું જાય છે ત્યારે ગરબી અને પ્રાચીન સાંસ્કુતિ જળવાઈ રહે તે માટે ગરબી મંડળોના આયોજકો દ્વારા અને ખાસ કરીને ગરબીમાં રેહતી બાળાઓ દ્વારા ખુબ જ મહેનત કરવામાં આવી રહી છે તે હક્કિત છે ત્યારે મોરબીમાં શક્તિ ચોક ગરબી સહીત આંગળીના ટેરવે ગણી શકાય તેટલી પ્રાચીન ગરબીઓનું આયોજન કરવામાં આવે છે અત્રે ઉલેખનીય છે કે, દાતાઓના સહયોગથી મોરબીની શક્તિ ચોક ગરબીના આયોજકો દ્વારા ગરબીમાં આવતી તમામ બાળાઓને સોનાના દાગીનાની લહાણી આપવામાં આવતી હોય છે






Latest News