મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો ભાજપના સભ્યોમાં ગણગણાટ: મોરબી મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાંથી હટાવવામાં આવેલા પાંચેય સભ્યોને ચેરમેન પદની લ્હાણી કેમ ?, બીજા કોઈ લાયક નથી ! રોટરી ક્લબ ઓફ મોરબીના પ્રમુખ પદે હુઝૈફાભાઈ લાકડાવાલા-સેક્રેટરી પદે સોનલબેન શાહની વરણી મોરબી જે.એલ.મહેતા વિદ્યાલય ખાતે ગાયત્રી પરિવાર દ્વારા વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો લોકોના આરોગ્ય સાથે ખુલ્લે આમ ચેડાં ?: મોરબીમાં ફાસ્ટફૂડ-હોટલમાંથી ફૂગ વાળા પીઝા રોટલા, વસી નુડલ્સ, ભાત અને મંચુરિયનનો જથ્થો મળ્યો ! મોરબીમાં નંદીઘરના સંચાલન બનાવવામાં આવેલ મોનિટરિંગ ટીમ બરખાસ્ત્ત !: હવે આરોગ્ય ચેરમેનને જવાબદારી સોપાઈ મોરબી જિલ્લામાં શનિવારથી નારી વંદન સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાશે મોરબીના મકનસર ખાતે પાકિસ્તાની નાગરિકો માટે એલ.ટી.વી. રીન્યુઅલ અને સિટીઝનશિપ કામગીરી અર્થે શનિવારે ખાસ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર ગામે વાહન ઉપર લખેલ 'જય ભીમ' કાઢી નાખવાનું કહીને યુવાન ઉપર હુમલો


SHARE







મોરબીના પંચાસર ગામે વાહન ઉપર લખેલ 'જય ભીમ' કાઢી નાખવાનું કહીને યુવાન ઉપર હુમલો

મોરબી તાલુકાના પંચાસર ગામે ગઈકાલે રાત્રિ દરમિયાન ઝઘડો થયો હતો જેમાં યુવાન ઉપર બોલાચાલી કર્યા બાદ ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોય આ અંગે પંચાસર ગામના લોકો પોલીસ મેથકે આવ્યા હતા અને યુવાનના વાહનના કાચ ઉપર લખેલ "જય ભીમ" ને કાઢી નાંખવાનું કહીને તેની સાથે ઝઘડો કર્યા બાદ હુમલો કરવામાં આવ્યો હતો જેથી ભોગ બનેલ યુવાન દ્રારા ફરિયાદ કરવામાં આવતા તાલુકા પોલીસે હાલમાં એક શખ્સ સામે ફરિયાદ નોંધીને આગળની તજવીજ હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબી નજીકના પંચાસર ગામે રહેતા અને ભાર વાહન ચલાવીને ગુજરાન ચલાવતા જગદીશ બાબુભાઇ પરમાર નામના ૩૫ વર્ષના યુવાન ઉપર ગામમાં જ રહેતા હિતુભા વિક્રમસિંહ ઝાલા નામના શખ્સ દ્રારા બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો અને બાદમાં ઘરે જઈને તે યુવાનની સાથે ઝપાઝપી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ યુવાન સહિતના લોકો પોલીસ મથકે દોડી આવ્યા હતા અને બાદમાં ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં હાલમાં જગદીશ બાબુભાઈ પરમાર નામના યુવાને પંચાસર ગામના હિતુભા વિક્રમસિંહ ઝાલા સામે તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે

જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદીએ પોતાની મહેન્દ્રા કંપનીની જીતો નામના ભાર વાહક વાહન નંબર જીજે ૩૬ ટી ૫૦૬૭ ના કાચ ઉપર “જય ભીમ” લખાવેલું હોય તે લખાણ કાઢી નાખવાનું કહીને તેની સાથે ઝઘડો કરવામાં આવ્યો હતો અને બાદમાં તેના ઘરે આવીને હિતુભા ઝાલાએ ઉશકેરાઈ જઈને ઝપાઝપી કરી હતી અને જગદીશભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી હાલમાં જગદીશભાઈ પરમારની ફરિયાદ ઉપરથી મોરબી તાલુકા પોલીસ દ્વારા હિતુભા વિક્રમસિંહ ઝાલા સામે એટ્રોસિટી અને ધમકી આપવા સબ ગુનો નોંધવામાં આવ્યો છે જેની તપાસ ઇન્ચાર્જ એસ.સી.એસ.ટી. સેલના ડીવાયએસપી પી.એ. ઝાલા ચલાવી રહ્યા છે.






Latest News