મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

ટંકારાના ઓટાળા ગામે વીંછી કરડી જતાં યુવાનનું મોત નીપજયું


SHARE









ટંકારાના ઓટાળા ગામે વીંછી કરડી જતાં યુવાનનું મોત નીપજયું

ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા યુવાનને ઝેરી વીંછી કરડી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જો કે, સારવાર કારગત નહીં નીવળતા તેનું મોત નીપજયું હતું જેથી હાલમાં આ બનાવની રાજકોટ સિવિલ હોસ્પિટલ મારફતે ટંકારા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના ઓટાળા ગામે રમેશભાઈ ઘોડાસરાની વાડીએ રહેતા રાજેશભાઈ નવલસિંહ વાખલા (ઉંમર ૧૭) ને તા. ૨૯/૯ ના વહેલી સવારે ખેતીનું કામ કરતા હતા તે દરમિયાન તેને ઝેરી વીંછી કરડી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું જેથી કરીને રાજકોટ સિવિલ હોસ્પિટલ મારફતે હાલમાં આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

જુગાર

મોરબીના ગાંધી ચોક વિસ્તારમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે વરલી જુગારના આંકડા લેતા મોસીન ઉર્ફે મોસ રહીમભાઈ દલ જાતે સંધિ (૨૯) રહે. વાવડી રોડ ક્રિષ્ના પાર્ક મોરબી વાળો મળી આવતા પોલીસે ૩૦૦ ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News