મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં મંદિરે દર્શન કરવા જતાં દંપતીના એક્ટિવાને હડફેટે લઈને વૃદ્ધનું મોત નિપજાવનારા બાઇક ચાલકની ધરપકડ


SHARE









મોરબીમાં મંદિરે દર્શન કરવા જતાં દંપતીના એક્ટિવાને હડફેટે લઈને વૃદ્ધનું મોત નિપજાવનારા બાઇક ચાલકની ધરપકડ

મોરબીની માળિયા ફાટક ચોકડી પાસેથી એક્ટિવા ઉપર જઈ રહેલ દંપતીના એકટીવાને પાછળથી અજાણ્યા બાઇક ચાલાકે હડફેટે લીધું હતું જેથી કરીને દંપતીને ઇજાઓ થઈ હતી માટે તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નિપજ્યું હતું જેથી સીટી બી ડિવિઝન પોલીસ ખાતે ગુનો નોંધાયો હતો જેમાં પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે રાજકોટના ગૌતમનગર મેઇન રોડ ઉપર નવજીવન સ્કૂલની સામેના ભાગમાં રહેતા જયદીપભાઇ ચંદ્રકિશોરભાઇ સોલંકી (ઉમર ૨૮) એ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જીજે ૧૩ પી ૦૫૦૦ નંબરના બાઈક ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે તેઓના પિતા એકટીવા નંબર જીજે ૩ એચએસ ૬૭૫૦ લઇને સર્કિટ હાઉસ પાસેથી જતા હતા ત્યારે ફરીયાદીના માતા પણ તેમાં પાછળના ભાગે બેઠા હતા ત્યારે મોરબીના સર્કિટ હાઉસ પાસે ઉપરોકત બાઈક ચાલકે તેમના પિતાના એકટીવાને હડફેટે લીધું હતું જેથી કરીને ફરિયાદીના પિતાને માથામાં બંને બાજુ હેમરાજ જેવી ગંભીર ઇજા થયેલ હતી અને તેમની માતાને પણ શરીરે ઇજાઓ થયેલ હતી જેથી બંનેને સારવારમાં ખસેડાયા હતા અને સારવાર દરમ્યાન ચંદ્રકિશોરભાઈ સોલંકીનું મોત નીપજ્યું હતું.જેથી મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં તપાસ અધીકારી પ્રફુલભાઇ પરમારે અકસ્માત સર્જીને વૃદ્ધનું મોત નિપજાવનાર હિરેન જયંતિભાઈ રાઠોડ (૩૦) રહે.સર્વોદય સોસાયટી, હરિપર રોડ, ધ્રાંગધ્રા વાળાની ધરપકડ કરેલ છે.

છરી વડે થયેલ હુમલામાં ઈજા

મોરબી તાલુકાના લખધીરપુર (નવાગામ) રહેતા કિશન બાબુભાઇ ઝિંઝુવાડીયા નામના ૧૯ વર્ષના કોળી યુવાનને મચ્છુ-૨ ડેમ પાસે મારામારી તેમજ છરી વડે કરાયેલ હુમલામાં ઇજા થતા સારવારમાં ખસેડાયો હતો હાલ તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતી તપાસ ચલાવી રહ્યા છે.વધુમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કિશન ઝિંઝુવાડીયા પોતાના મિત્રો સાથે ડેમ ઉપર નાહવા માટે ગયો હતો જ્યાં માવો ખાવા અને ઠઠ્ઠા મશ્કરી સમયે અન્ય મિત્રો સાથે બોલાચાલી થઈ હતી જે પૈકીના એક ઇશમ દ્વારા છરી વડે તેના ઉપર હુમલો કરવામાં આવતા કિશને છરી પકડી લીધી હતી અને તેના હાથના ભાગે છરી લાગતા તેને હાલ સિવિલે સારવાર માટે ખસેડાયો છે.
 
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામે રહેતો લક્કી ભવાનસિંહ ઝાલા નામનો યુવાન પાનેલી રોડ પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે તેનું બાઇક સ્લીપ થતાં લક્કીભાઈને ઇજાગ્સ્ત હાલતમાં સારવાર માટે ખસેડાયો હતો.જ્યારે મોરબીના વીસીપરામાં રહેતા સતીશ રમેશભાઈ ડેડાણીયા નામના ૨૪ વર્ષના યુવાનને જાંબુડીયા ગામ નજીક થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી તેને પણ સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.તેમજ મોરબી તાલુકાના નાનીવાવડી ગામે રહેતા ગંગાબેન રાધેશ્યામભાઈ મેડા નામના ખેત મજૂર મહિલાને કામ દરમિયાન ખેતરમાં સાપ કરડી જતા તેઓને સારવારમાં ખસેડાયા હતા



Latest News