મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી બી ડિવિઝન પોલીસે ૭૨ બોટલ દારૂ પકડ્યો : બે ની શોધખોળ


SHARE









મોરબી બી ડિવિઝન પોલીસે ૭૨ બોટલ દારૂ પકડ્યો : બે ની શોધખોળ

મોરબી સીટી બી ડિવિઝન પોલીસને મળેલ બાતમીના આધારે તેઓએ વીસીપરામાં ઈંટોના ભઠ્ઠા પાછળ મચ્છુ નદીના પટમાં રેડ કરી હતી. ત્યાંથી પોલીસને દારૂની ૭૨ બોટલ મળી આવી હતી આ દારૂના જથ્થામાં કોળી બંધુઓના નામ ખુલતા પોલીસે બેની સામે ફરિયાદ નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી સીટી બી ડિવિઝન પોલીસને મળેલ બાતમી આધારે વીસીપરામાં પ્રજાપતિ નલિયાના કારખાના પાસે ઇંટોના ભઠ્ઠા પાસે મચ્છુ નદીના પટમાં દારૂની રેડ કરી હતી જ્યાંથી પોલીસને રૂપિયા ૪૦૩૨૦ ની કિંમતની વિદેશી દારૂની ૭૨ બોટલ મળી આવી હતી હાલમાં દારૂનો જથ્થો જપ્ત કરીને દારૂનો જથ્થો સંગ્રહ કરી વેચાણ કરતા રોહિત ઉર્ફે બલ્લુ બાબુભાઇ આગેચાણીયા જાતે કોળી અને કિરીટ બાબુભાઈ અગેચાણીયા જાતે કોળી રહે. બંને પ્રજાપત કારખાના પાસે ઈંટોના ભઠ્ઠા નજીક વીસીપરા મોરબી વાળાઓને પકડવા માટે પોલીસે ચક્રોગતિમાન કરેલ છે

મારામારીમાં ઇજા

મૂળ અમદાવાદના રહેવાસી અને હાલ મોરબીના સામાકાંઠે માળિયા ફાટક નજીક આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા અંકિત ચુનીભાઇ ચૌહાણ નામના ૨૭ વર્ષના યુવાને તેના વિસ્તાર નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયો હતો જેથી બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા બનાવ અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે તો મકનસર ગામે કારખાના નજીક થયેલ મારામારીના બનાવમાં મકાનસરના રહેવાસી અજીતકુમાર છોટાલાલ સિંગ નામના ૩૮ વર્ષના યુવાનને ઇજાઓ પહોંચતા તેને પણ સિવિલે સારવાર માટે લઈ જવાયો હતો. તેમજ મોરબી તાલુકાના ઉટબેટ સામપર ગામે થયેલ મારામારીના બનાવવામાં બાબુભાઈ અરજણભાઈ પરમાર નામના ૩૨ વર્ષે યુવાનને ઇજા થતા તેને અહીં સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જેથી તાલુકા પોલીસ મથકના મહેશભાઈ કહાંગરા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. અને તેને જણાવ્યુ છે કે, મિલકતના ભાગ માટે ભાઈ સાથે મારા મારી થયેલ છે




Latest News