વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા સાહિત્ય સભા દ્રારા સાહિત્યકાર સાથે ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો


SHARE









મોરબી જિલ્લા સાહિત્ય સભા દ્રારા સાહિત્યકાર સાથે ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો

ગાંધી જયંતિ નિમિત્તે મોરબીના રવાપર રોડ પર આવેલા  સ્વરાંગન સ્ટુડિયોમાં સાહિત્યકાર સાથે ગોષ્ઠીનો કાર્યક્રમ યોજાયો હતો મોરબી જિલ્લા સાહિત્ય સભા આયોજિત સભામાં આમંત્રિત મહેમાન હતા અને તેમાં ખ્યાતનામ ગુજરાતી બાળસાહિત્યકાર યશવંત મહેતા પણ ત્યાં હાજર હતો

ગાંધીજીની છબીને સૂતરની આંટી પહેરાવીને રાષ્ટ્રપિતાના સાહિત્ય અને સંસ્મરણોથી ગોષ્ઠીનો આરંભ થયો છે ત્યારે યશવંત મહેતા દ્વારા ગાંધીજી વિષયક કાવ્ય પઠન કરવામાં આવ્યું છે અને સાંપ્રત સમયમાં સાહિત્ય સર્જન, વાંચનરુચિમાં આવેલી ઓટ વિશે યશવંતદાદાએ  પ્રારંભિક વાતમાં ચિંતા વ્યક્ત કરી હતી અને નવચેતન સામયિક વિષયે વાત કરી છે પ્રવર્તમાન બાળ સાહિત્ય સર્જન બાબતે ખ્યાલ આપ્યો છે તેમણે  એક નવી સર્જેલી વિજ્ઞાનકથા વાંચી સંભળાવી હતી આ ગોષ્ઠીમાં વીસેક સર્જક અને ભાવક ઉપસ્થિત રહ્યા હતા અને આ ગોષ્ઠીના બીજા ચરણમાં સર્જકોએ પોતાની કૃતિનું પઠન કર્યું હતું. જેમાં શૈલેષ કાલરીયા 'દોસ્ત', સંજય બાપોદરિયા 'સંગી', ડૉ. અમૃત કાંજિયા, ડૉ. ભાવેશ જેતપરિયા, તેમજ જીવતીબેન પીપલીયાએ પોતાની રચના રજૂ કરી હતી. ત્યારે  સ્વરાંગન સ્ટુડિયોના હંસરાજભાઈ ગામીએ પોતાનો સંગીત અને સાહિત્યનો રાજીપો વ્યક્ત કર્યો હતી અને .યશવંતદાદાએ પોતાની બુક 'બાલિકાઓનાં ગીત' માંથી એક ગીત ગવડાવી ઉપસ્થિત રહેલા સૌ સાહિત્ય રસિકોને આ બુક ભેટ આપી હતી. આ કાર્યક્રમનું સંચાલન, આયોજન અને વ્યવસ્થા મોરબી જિલ્લા સાહિત્ય સભા વતી શૈલેષ કાલરીયા અને સંજય બાપોદરિયાએ કર્યું હતું.




Latest News