વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં શરીર સબંધી ગુનો કરવાની પેરવી કરતા ચાર ઈસમો છરી સાથે પકડાયા


SHARE









મોરબીમાં શરીર સબંધી ગુનો કરવાની પેરવી કરતા ચાર ઈસમો છરી સાથે પકડાયા

મોરબીમાં શરીર સબંધી ગુના રોકવા માટે એસપી દ્વારા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે જેથી કરીને શંકાસ્પદ શખ્સોની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવામાં ગુનો કરવાની પેરવી કરતા ચાર ઈસમો છરી મોરબી તાલુકા પોલીસની ટીમે પકડીને આગળની કાર્યવાહી કરી હતી

 મોરબીમાં તહેવારો તેમજ વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને મોરબી જીલ્લામાં શરીર સબંધી ગુન્હા બનતા અટકે તે માટે સઘન પેટ્રોલીંગ કરવામાં આવી રહયું છે ત્યારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર કે.એ વાળાના સીધા માર્ગદર્શન મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફના માણસો મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મોરબી તાલુકાના ચાચાપર ગામની સીમ ગુલાબનગર જવાના રસ્તે દશામાં મંદીર પાસેથી ચાર ઈસમો બે મોટર સાયકલ ઉપર જતાં હતા તેની પાસેથી ચાર છરીઓ મળી આવી હતી જેથી પોલીસે તેની પુછપરછ કરતા આ શખ્સોની સામે મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં મારીમારીનો ગુન્હો રજી થયેલ છે તેમાં નાસતા-ફરતા હોવાનું સામે આવ્યું હતું અને ફરીયાદી પક્ષના માણસો પોતાની સાથે ઝગડો ન કરે તે સારૂ પોતાની પાસે છરી રાખેલની હકીકત જણાવી હતી જે ચાર શખ્સોને પકડવામાં આવેલ હતા તેમ મકબુલભાઈ મહેબુબભાઈ દલવાણી જાતે સંધી રહે. વાવડીરોડ શ્રીજી સોસાયટી મોરબી, સલીમભાઈ હારૂનભાઈ રાઉમા જાતે સંધી રહે. માધાપર શેરી નંબર-૧૫ મોરબી, વિજયભાઈ રાજુભાઈ દેવસુર જાતે ગઢવી રહે. ગાયત્રીનગર વાવડી રોડ મોરબી અને મકબુલભાઈ મહેબુબભાઈ દલવાણી જાતે સંધી રહે. વાવડીરોડ શ્રીજી સોસાયટી મોરબી વાળનો સમાવેશ થાય છે આ કામગીરી જયદેવસિંહ ખોડુભા ઝાલા, દીનેશભાઈ હનાભાઈ બાવળીયા, દિવ્યરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, જયદીપભાઈ હર્ષદભાઈ પટેલ તથા ભગીરથભાઈ દાદુભાઈ લોખીલએ કરી હતી




Latest News