મોરબીની બુનિયાદી કન્યા શાળાના આચાર્ય મહાદેવભાઈનો વિદાય સમારોહ યોજાયો
મોરબીના માધાપર વિસ્તારમાં ૧૩૫ વર્ષથી પ્રાચીન ગરબીની જમાવટ: અર્વાચિન ડાંડિયા રાસના ક્રેઝ વચ્ચે ગરબાનો દબદબો
SHARE
મોરબીના માધાપર વિસ્તારમાં ૧૩૫ વર્ષથી પ્રાચીન ગરબીની જમાવટ: અર્વાચિન ડાંડિયા રાસના ક્રેઝ વચ્ચે ગરબાનો દબદબો
નવરાત્રી એટલે કે માતાજીની ભક્તીનો તેહવાર છે પરંતુ વર્તમાન સમયમાં અર્વાચિન ડાંડિયા રાસનો ક્રેઝ વધી ગયો હોવાથી ભક્તિ કરતા મોજ શોખનો તહેવાર બની ગયો હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે તેવા સમયે મોરબીના જુદા જુદા વિસ્તારોમાં આજની તારીખે પણ પ્રાચીન ગરબીઓનો દબદબો જોવા મળી રહ્યો છે ત્યારે મોરબીના માધાપર વિસ્તારમાં ૧૩૫ વર્ષથી ગરબી કરવામાં આવે છે જેથી ગરબે ઘૂમતી બાળાઓને જોવા માટે મોરબીવાસીઓ તેમજ આસપાસના વાડી વિસ્તારોમાંથી પણ લોકો ત્યાં ઉમટી પડતા હોય છે
આધુનિકતા અને પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણની આંધળી દોટમાં દિવસેને દિવસે શેરી ગરબા, ગરબી વિગેરેનું મહત્વ ઘટતું જાય છે ત્યારે ગરબી અને પ્રાચીન સાંસ્કુતિ જળવાઈ રહે તે માટે ગરબી મંડળોના આયોજકો દ્વારા અને ખાસ કરી ને ગરબીમાં રેહતી બાળાઓ દ્વારા ખુબા જ મેહનત કરવામાં આવી રહી છે મોરબીના શક્તિ ચોક ગરબી, માધાપર વિસ્તાર, મહેન્દ્રપરા, ગાયત્રી પરિવાર ગરબી મંડળ, મંગલભુવન ચોક ગરબી, હાઉસિંગ બોર્ડ વિસ્તાર સહિતની જગ્યા એ લોકોને બેઘડી જોવા માટે ઉભા રેહવું જ પડે તેવી ગરબી આયોજકો દ્વારા કરવામાં આવી રહી છે
મોરબીના ખાટકીવાસ વિસ્તાર કે જેની આસપાસમાં મુસ્લિમ લોકોની વસ્તી વધુ છે તે એરિયામાં મોરબીની નંબર વન કહી શકાય તેવી “શક્તિ ચોકની ગરબી” યોજાઈ છે આ ગરબીનું છેલ્લા ઘણા વર્ષથી આયોજન કરવામાં આવે છે જેમાં માત્ર હિંદુ જ નહિ પરંતુ મુસ્લિમ બાળાઓ પણ માતાજીના ગરબા પર અવનવા રાસ રજુ કરતી હોય છે જેથી આ ગરબી કોમી એકતાના પ્રતીકની સાથોસાથ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે ઉલેખનીય છે કે આ ગરબીના આયોજકો દ્વારા નવ દિવસ સુધી માતાજીની આરાધના કરતી બાળાઓને સોનાની દાગીનાની લાહણી દાતાઓના સહયોગ થી દેવામાં આવે છે
મોરબીના માધાપર વિસ્તારમાં છેલ્લા ૧૩૫ વર્ષથી માધાપર ગરબી મંડળના આયોજકો દ્વારા પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કોઈપણ પ્રકારની જકામજોડ વગર આજની તારીખે દેશી વાજિંત્રો તબલા, હર્મોન્યમ, દોકડ, મંજીરા, ઢોલ વિગેરેનો ઉપયોગ કરીને ગરબીની જમાવટ કરવામાં આવે છે આ ઉપરાંત આ ગરબીની બીજીએ પણ વિશેષતા છે કે ગરબા ગાવા માટે બહારથી કોઈ ગાયકને બોલાવવામાં આવતા નથી આ વિસ્તારમાં જ રેહતા લોકો વાજિંત્ર વગાડે છે અને માતાજીના ગરબા ગાતા હોય છે ગઇકાલે મોરબીના નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજીયા, બળદેવભાઈ સારસાવાડીયા સહિતનાઓના હસ્તે ગરબીમાં ભાગ લેનાર તમામ બાળાઓને લહાણી આપવામાં આવી હતી
મોરબીના નવલખી રોડ પર આવેલ ધકાવાડી મેલડી માતાજીના મંદિર પાસે પણ પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે જયા બાળાઓ દ્વારા અવનવા રસની રમજટ બોલાવવામાં આવતી હોય છે અને દાતાઓ તરફથી ગરબીના આયોજકોને છુટા હાથે દાન દેવામાં આવે છે અને એક મહત્વની અને નોંધ લેવા જેવી વાત એ પણ છે કે, ધ્ક્કાવાળી મેલડી માતાજીના મંદિરે યોજાતી ગરબીમાં આવતી બાળાઓને લહાણી આપવામાં આવે ત્યાં પછી પણ જો આયોજકો પાસે રકમ વધે તો તેનો ઉપયોગ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે જેનો લાભ ઘણા ગરીબ પરિવારને મળે છે
આમ મોરબીમાં અર્વાચીન ડાંડિયા રસના આયોજનો છેલ્લા વર્ષોથી થાય છે પરંતુ આજની તારીખ શહેરના જુદાજુદા વિસ્તારોમાં યોજાતી પ્રાચીન ગરબીઓએ તેનું મહાત્મય અને મહત્વ જાળવી રાખ્યું છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ખાસ કરીને પ્રાચીન ગરબીમાં જયારે બાળાઓ દ્વારા રાસ રજુ કરવામાં આવતા હોય છે તે જોયને હાજર રહેલા લોકો બોલી ઉઠતા હોય છે કે આને કેહવાય માતાજીની સાચી ભક્તિ અને સાચી આરાધના બાકી તો નવરાત્રીમાં લખલૂટ ખર્ચા લોકો દ્વારા કરવામાં આવે છે જે માતાજીની ભક્તિ નહિ પરંતુ મનોરંજન છે તેવું કહ્યે તો તેમાં કોઈ અતિશયોક્તિ નથી