મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં સોશ્યલ મીડિયામાં મુકેલી સ્ટોરીનો રોષ રાખીને યુવાનને માર મરનારા ત્રણ આરોપીની ધરપકડ


SHARE







મોરબીમાં સોશ્યલ મીડિયામાં મુકેલી સ્ટોરીનો રોષ રાખીને યુવાનને માર મરનારા ત્રણ આરોપીની ધરપકડ

મોરબીના પંચાસર રોડ ઉપર ગીતા મીલ પાસે યુવાને ઇન્સ્ટ્રાગ્રામમાં મુકેલી સ્ટોરીનો ખાર રાખીને તેના ઉપર ત્રણ ઇસમો દ્વારા પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને યુવાનને છોડાવવા વચ્ચે પડેલા અન્ય એક યુવાનને પણ ઢીકાપાટુ વડે માર મારવામાં આવ્યો હતો. જેથી ઇજાગ્રસ્ત યુવાનને સારવારમાં ખસેડાયો હતો અને બાદમાં ભોગ બનેલ યુવાને ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરેલ છે

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ જલજલા પાન નજીક રહેતા નવાબ ઉર્ફે બાદશાહ ફતેમામદ કટિયા જાતે મિંયાણા નામના ૨૭ વર્ષીય યુવાન ઉપર મોરબીના પંચાસર રોડ ઉપર ગીતામિલ નજીક થોડા દિવસો પહેલા ત્રણ શખ્સો દ્વારા પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને ત્રણેય શખ્સો દ્વારા નવાબને માથા અને પગ સહિતના શરીરના અન્ય ભાગોએ માર મારવામાં આવ્યો હતો અને નવાબને છોડાવવા વચ્ચે પડેલા સાહેદ હનીફભાઈને પણ ઢીકાપાટુ વડે માર મારવામાં આવ્યો હતો જેથી ઇજાગ્રસ્ત થયેલા નવાબ ઉર્ફે બાદશાહ ફતેમામદ કટીયા નામના યુવાનને સારવારમાં ખસેડાયો હતો. અને સારવાર લીધા બાદ તેણે મકબુલ મહેબૂબ દલવાણી, વિપુલ ગઢવી અને એજાજ ઉર્ફે બાબુલાલ પઢિયાર નામના ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસને જણાવ્યું હતું કે પોતે ઇન્સ્ટ્રાગ્રામમાં મૂકેલી સ્ટોરીનું મન દુઃખ રાખીને સામાવાળાઓને સારું ન લાગતાં તેના ઉપર પંચાસર રોડ ઉપર ગીતાની નજીક પાઇપ વડે ત્રણેય ઇસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને પોતાને છોડાવવા માટે વચ્ચે પડેલા હનીફભાઈને પણ ઢીકાપાટુ વડે માર મારવામાં આવ્યો હતો આ ગુનામાં સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા મકબુલ મહેબૂબભાઈ દલવાણી જાતે સંધિ (૨૪) રહે. શ્રીજી સોસાયટી વાવડી રોડ, વિપુલ રાજેશભાઈ દેવસુર જાતે ગઢવી (૨૫) રહે. ગાયત્રીનગર મોરબી અને એજાજ ઉર્ફે બાબુ રાજુભાઇ પઢિયાર જાતે સંધિ (૨૬) રહે. સહયોગ સ્કૂલ પાસે વાવડી રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે

પાલિકાના બે કર્મચારીઓ સારવારમાં

 મોરબી નગરપાલિકા દ્વારા લીલાપર રોડ ઉપર ફિલ્ટર હાઉસ આવેલ છે ત્યાં ક્લોરિનના બાટલો લીકેજ થવાથી ફ્લોરિન ગેસ ગળતર થયું હતું જેની અસર થતા હર્ષદ ઓછલાલ કંસારા (૪૦) રહે. ગ્રીનચોક કંસારા શેરી અને અજીત બાબુભાઈ દારોદ્રા (૫૨) રહે. બોરીચાવાસ મોરબી વાળાઓને અસર થયેલી હોય બંનેને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના મણીમંદિર નજીક રહેતા મોહનભાઈ વિઠ્ઠલભાઈ જખાણીયા નામના ૬૦ વર્ષના વૃદ્ધને મારામારીમાં ઈજા થતાં તેઓને પણ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.તેમજ મોરબી નજીકના શનાળા ગામે આવેલ નીતિનનગરમાં રહેતા લલીતાબેન પ્રમોદભાઈ વર્મા નામની ૩૯ વર્ષીય મહિલાને તેના ઘર નજીક થયેલ મારામારીના બનાવમાં ઈજાઓ તથા તેણીને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News