મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં હવે લેન્ડ રેકર્ડઝ કચેરીના કર્મચારીઓની ગ્રેડ પે મામલે અચોક્કસ મુદ્દતની હડતાલ


SHARE











મોરબી જીલ્લામાં હવે લેન્ડ રેકર્ડઝ કચેરીના કર્મચારીઓની ગ્રેડ પે મામલે અચોક્કસ મુદ્દતની હડતા

ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડઝ વર્ગ ૩ કર્મચારી મહામંડળના નેજા હેઠળ સોમવારથી રાજ્યભરના ૧૫૦૦ થી વધુ કર્મચારીઓ સરકાર સમક્ષ મુકેલી પડતર માંગણીઓનો લાંબા સમય સુધી નિવેડો ન આવતા અને ખાસ કરીને ગ્રેડ-પે મા સુધારો અને પગાર ધોરણમાં સુધારો કરવા જેવી બાબતે હડતાનુ શસ્ત્ર ઉગામ્યુ છે. જેમાં મોરબી જીલ્લાના ૩૫ જેટલા કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતામા જોડાયા છે. જેના કારણે જમીન માપણીનકલ અરજી  સહિતની પ્રજાલક્ષી કામગીરી પર અસર જોવા મળી છે.

રાજ્ય સરકારના મહત્વના વિભાગ ગણાતા લેન્ડ રેકર્ડ ડિપાર્ટમેન્ટના વર્ગ-૩ ના કર્મચારી યુનિયને વર્ષ ૨૦૧૮ થી પગાર વિસંગતતાગ્રેડ પે સુધારવાનવી ઉભી કરેલી એ.ડી.આઈ. પોસ્ટ રદ કરી શિરસ્તેદારહેડ કલાર્ક પોસ્ટ એકત્ર કરવાખાતાકીય પરીક્ષા સમયસર યોજવા૫૦ વર્ષથી વધુ વયના કર્મચારીઓને પરીક્ષા મુક્તિ સહિતના અનેક મુદ્દે સરકાર સમક્ષ લેખિત માંગણીઓ રજુ કરી હતી. જેમાઅમુક માંગણીઓ સ્વિકાર કર્યા બાદ મહત્વની ગ્રેડ-પે અને પગાર ધોરણ સુધારવાની માંગણી લાંબો સમય સુધી સ્વિકારી ન હોવાથી કર્મચારીઓના રાજ્ય મંડળે ગત તા. ૩૦ ઓગસ્ટે આવેદનપત્ર પાઠવી ગત તા. ૨૩ સપ્ટેમ્બરથી સરકારની મહત્વની યોજનાઓ રીસરવેસ્વામિત્વ યોજના અને ગામઠાણ પ્રોજેક્ટનો પેન ડાઉન કરી બહિષ્કાર કર્યો હતો. પરંતુ ત્રણેય કામગીરી બંધ કરવા છતા નિવેડો ન આવતા તા. ૩ ઓક્ટોબર સોમવારથી અચોક્કસ મુદ્દતની હડતાલ પાડી સોંપો પાડી દીધો છે. જે અંતર્ગત મોરબી જીલ્લાના ૩૫ થી વધુ કર્મચારીઓ રાજ્ય મંડળની સુચનાથી પ્રમુખ હર્ષદભાઈ ત્રિવેદી ની આગેવાની હેઠળ હડતાલ પર ઉતરી જતા સરકાર ની મહત્વની કચેરીઓ કર્મચારી વગર સુમસામ ભાસતી રહી હતી. અને પોતાના કામ અર્થે આવેલા કર્મચારીઓને ડેલે હાથ દઈ પરત ફરવુ પડયુ હતુ. લેન્ડ રેકર્ડ કર્મચારીઓ ની હડતાળથી ખેતીની જમીન માપણીબિનખેતી માપણીજમીનને લગત નકલ અરજી સીટી સર્વે કચેરીમા પ્રોપર્ટી લે વેચ નોંધપ્રોપર્ટીકાર્ડની કામગીરીને બ્રેક લાગી જતા કામગીરીને ઘેરી અસર પડી છે. શહેર લાયક ગામડાને પ્રોપર્ટી કાર્ડ આપવાની સરકારની યોજના તથા સરકારના સામીત્વ પ્રોજેક્ટને સદંતર બ્રેક લાગી છે. જેના કારણે અરજદારોને કચેરીનો ધર્મનો ધક્કો ખાવો પડ્યો છે






Latest News