મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શરદોત્સવનું આયોજન


SHARE







મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શરદોત્સવનું આયોજન

મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા દર વર્ષે શરદોત્સવનું આયોજન કરવામાં આવે છે આવી જ રીતે આ વર્ષે પણ ડી.જે.ના તાલે રાસ ગરબાની રમઝટ બોલાવવા માટે શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં આવવા માટે પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ભૂદેવ પરિવારોને હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે

મોરબીમાં બ્રહ્મ પરિવારો માટે સરદાર બાગ શનાળા રોડ સામે આવેલ દવે પંચોલી પાર્ટી પ્લોટ ખાતે શરદપુનમની રઢિયાળી રાતે શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેની માહિતી આપતા પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ રોહિતભાઈ પંડ્યા, મહામંત્રી કમલભાઇ દવે અને ધ્વનીતભાઈ દવેએ જણાવ્યુ છે કે, ભૂદેવ પરિવાર માટે શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આગમી તા ૯/૧૦ ના રોજ રાતે આઠ વાગ્યે દવે પંચોલી પાર્ટી પ્લોટ ખાતે શરદોત્સવ રાખવામા આવેલ છે જેથી કરીને દરેક ભૂદેવ પરિવારોને આવવા માટે આયોજકોએ આમંત્રણ આપ્યું છે આ શરદોત્સવને સફળ બનાવવા માટે મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજમોરબી સમસ્ત બ્રહ્મસમાજસમસ્ત બ્રહ્મસમાજ મહિલા પરિવારબ્રહ્મવિકાસ પરિષદપરશુરામ ધામ મોરબીસમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્ટ, બ્રહ્મપૂરી પરિવાર, અને ગાયત્રી પરિવાર સહિતની સંસ્થાઑના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે






Latest News