હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના વૃંદાવન પાર્ક, હળવદના સૂર્યનગર તેમજ રાજપર અને ભીમગુડા ગામે નવરાત્રીની ધામધુમપુર્વક ઉજવણી


SHARE













મોરબીના વૃંદાવન પાર્ક, હળવદના સૂર્યનગર તેમજ રાજપર અને ભીમગુડા ગામે નવરાત્રીની ધામધુમપુર્વક ઉજવણી

મોરબીના સામાકાંઠે વૃંદાવન પાર્કમાં સમસ્ત વૃંદાવનપાર્ક પરિવાર દ્રારા ગરબીનું આયોજન કરવામાં આવ્યુ હતુ.છેલ્લા ૧૨ વર્ષથી સતત નવરાત્રીનું અહીં ધામધુમથી આયોજન કરવામાં આવે છે આ સોસાયટીમાં ૨૮ જેટલા એપાર્ટમેન્ટમાં ૫૦૦ થી વધુ પરિવારો મળીને ૨૦૦૦ થી વધુ વસ્તી ધરાવતી આ સોસાયટી વિસ્તારમાં નોરતા દરમ્યાન ત્યાંના રહેવાસીઓએ ગરબાની રમઝટ બોલાવી હતી.તેમજ આઠમા નોરતે હળવદના સૂર્યનગર ગામે ધાર્મિક, સામાજીક અને કોમેડી પાત્રો સાથે ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી.હળવદમાં દશેરાનું પર્વ આવી રહ્યું છે ત્યારે સમગ્ર જગત ઉપરથી આસુરી શક્તિને સંહારીને દૈવી શક્તિનો વિજય થયો હતો.જે આપણી સંસ્કૃતિને જાળવી રાખવા અને આવતી પેઢીને એનો સંદેશો આપવા માટે સૂર્યનગર ગામે આઠમા નોરતાએ સુંદર ગરબા સાથે ધાર્મિક, સામાજીક અને કોમેડી પાત્રોની વેશભૂષા કરીને લોકોને ગરબા સાથે આનંદ કરાવીને સદીઓ જૂની પરંપરાનો સંદેશ આપવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો.અંતે માતાજીની આરતી માટે રૂા.૨૧ હજારનો બોલ બોલીને જયેશભાઇ ચતુરભાઈ લકુમે આરતી ઉતારી હતી.

માતૃશક્તિની આરાધના પર્વ નવરાત્રિમાં અનેક જગ્યાએ રાસ ગરબાનું આયોજન થઈ રહ્યું છે.શાળાઓમાં પણ નવરાત્રિની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી રહી છે.ત્યારે મોરબીની રાજપર તાલુકા શાળામાં વિદ્યાર્થીઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ તાલીઓના તાલે દાંડિયાના તાલે ગરબે ઘૂમી જગત જનની જગદંબાની ભક્તિ અને શક્તિથી ઉજવણી કરી હતી.આ આયોજનથી વિદ્યાર્થીઓમાં સમાનતા, એકતા, સમરસતા અને બંધુતાની ભાવના કેળવાઈ હતી. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા આયોજનને સફળ બનાવવા શાળાના આચાર્ય પિન્ટુ કૈલા, દિનેશભાઈ ભેંસદળીયા સહિત શિક્ષકોએ ખુબ જ જહેમત ઉઠાવી હતી અને બાળકો સાથે મન મૂકીને ગરબે રમ્યા હતા. તેમજ વાંકાનેર તાલુકાના ભીમગુડા પ્રાથમિક શાળા ખાતે આચાર્ય રાકેશભાઈ રાઠોડ સહિત સ્ટાફ પરિવાર દ્વારા વિદ્યાર્થીઓ માટે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું અને બાળકોને રાસે રમાડવામાં આવ્યા હતા.






Latest News