મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીની શક્તિ ચોક ગરબીમાં બાળાઓને સોના-ચાંદીના દાગીના સહિતની વસ્તુઓ લ્હાણી આપશે 


SHARE









મોરબીની શક્તિ ચોક ગરબીમાં બાળાઓને સોના-ચાંદીના દાગીના સહિતની વસ્તુઓ લ્હાણી આપશે 

મોરબીની શક્તિ ચોક ગરબીમાં દર વર્ષે બાળાઓને દાતાઓના સહકારથી આયોજકો દ્વારા સોના અને ચાંદીના દાગીનાની લહાણી આપવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે ૮૫ જેટલી બાળાઓએ સોના અને ચાંદીના દાગીનાની લ્હાણી આપવામાં આવશે

મોરબીના ગેસ્ટ હાઉસ રોડના ખુલ્લે છેલ્લા ૩૯ વર્ષથી શક્તિ ચોક ગરબી મંડળ દ્વારા પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે અને તેના માટે ક્રિપાલસિંહ ઝાલા સહિતની તેની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવે છે અને આજની તારીખે આ ગરબીને મોરબીની નંબર વન ગરબી કહેવામા આવે છે અહિયાં બાળાઓ દ્વારા જુદાજુદા ૪૦ થી વધુ રાસ રજૂ કરવામાં આવે છે જેથી કરીને નવરાત્રીમાં ત્યાં રાસ જોવા માટે ઉધોગપતિઓ, સમાજ શ્રેષ્ઠીઓ, દાતાઓ સહિતના લોકો મોટી સંખ્યામાં આવે છે વધુમાં ક્રિપાલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, શક્તિ ગરબી આજે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયેલ છે કેમ કે, અહી પ્રાચીન ઢબથી માતાજીની આરાધના કરવામાં આવે છે અને સૌથી મોટી વાત તો એ છે કે અહી માતાજીનાં  ચચાર ચોકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજની દીકરીઓ એક સાથે રાસ રજૂ કરીને માતાજીની આરાધના કરે છે

આ વર્ષે ગરબીમાં ૮૫ દીકરોએ ભાગ લીધેલ છે અને બાળાઓ દ્વારા મહીસાગરને આરે, અઘોર નગારા, બંદીશ પ્રોજેક્ટ, નગાડા સંગ ઢોલ, ભીની ધજાયુ ફરકે માતાજી તારે દેશ, દૂધે તે ભરી તલાવડીનો તલવાર રાસ રજૂ કરવામાં આવે છે અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા ૧૫ વર્ષની અહી રાસ રમતી બાળાઓને સોનાની લ્હાણી આપવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે સોનાના ભાવ આસમાને છે તો પણ શરદ પૂનમે દીકરીઓને એક કે બે નહીં પરંતુ સોના અને ચાંદીના છ-છ દાગીનાનો લ્હાણી આપવામાં આવશે તે ઉપરાંત અન્ય વસ્તુઓ પણ દાતાઓના  સહયોગથી આપવામાં આવશે




Latest News