મોરબીના રામપાર્કમાં રહેતી મહિલાએ બીમારીથી કંટાળીને ઘર ન કરવાનું કરી નાખ્યું મોરબીના પીપળી ગામ નજીકથી 7 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક રસ્તા ઉપર પડેલા મૃત રોજડા સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડુત હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા કાંતારા ફિલ્મ ફેઇમ  થેયમ નૃત્ય રાસ મોરબીની શક્તિ ચોક ગરબીમાં રજૂ કરાયો, હજારોની સંખ્યામાં આવેલ નગરજનો મંત્રમુગ્ધ મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ
Breaking news
Morbi Today

મોરબી બંગાલ દુર્ગાપુજા ગ્રુપ દ્વારા કરાયેલ દુર્ગાપુજાનું આયોજન સંપન્ન


SHARE







મોરબી બંગાલ દુર્ગાપુજા ગ્રુપ દ્વારા કરાયેલ દુર્ગાપુજાનું આયોજન સંપન્ન

મોરબી માં લખધીરવાસ ચોકમાં નવરાત્રીના છઠા દિવસથી વિજયા દશમી સુધી દુર્ગાપુજા કમીટી મેમ્બર્સ દ્વારા છેલ્લા સાત વર્ષથી દુર્ગાપુજા મહાઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. જેના મુખ્ય કમીટી મેમ્બર્સ પ્રદિપ કુત્તુ, રામ મોન્ડાલ, મોહિતભાઈ રાવલ, સંજીત મોન્ડાલ, રાજુ પ્રમાણીક,વાસુદેવ અધિકારી,ચંચલ બેરા,સંજય દોલુઈ, દ્વ્રારા દુર્ગાપુજા પંડાલનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે અને છેલ્લા દિવસે ભવ્ય અને પરંપરાગત ઉજવણી સાથે કાર્યક્રમને સંપન્ન કરવામાં આવ્યો હતો

દુર્ગાપુજા કોઈ પ્રદેશ કે પ્રાંતનો નહીં પરંતુ તમામ જન સમુદાયને સાથે લઈને ઉજાવવામાં આવે છે અને દુર્ગાપુજા ઉત્સવને યુનેશકો દ્વ્રારા હેરીટેજ ફેસ્ટીવલમાં સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે દુર્ગાપુજા દેશ નહી પરંતુ વિદેશમાં પણ ધામઘુમથી ઉજવવામાં આવે છે દર વર્ષે પાંચ દિવસ ચાલતા આ ઉત્સવમાં સ્થાપના, સરસ્વતી પુજા, દુર્ગાષ્ટમી, હવન,પુષ્પાજંલી, લક્ષ્મી પુજા, મહા આરતી, ઢોલ અને સિંદુર ખેલા જેવા અનેક કાર્યક્રમો ઉજવવામાં આવે છે. અને વિજયા દશમીના દિવસે દુર્ગાપુજાનું ભવ્ય વિર્સજન કરવામાં આવે છે. ભારતની મહાન સંસ્કૃતી અને બંગાલની પરંપરાનું સમાન્વય થાય છે અને દુર્ગાપુજા પંડાલમાં બુધ્ધીના દેવતા ગણેશજી, બલના દેવતા કાર્તિકેય સ્વામી, જ્ઞાનના દેવી સરસ્વતી, સંપતી અને એશ્રવર્યાના દેવી લક્ષ્મી અને મહીસાસુર મર્દની માં દુર્ગાનું પુજાન, અર્ચન, આરતી અને સ્તુતી કરવામાં આવે છે અને તેનો લાભ લઈને લોકો ધન્યતા અનુભવે છે




Latest News