મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબનું બોમ્બે ખાતે નિધન: કાલે સવારે 10 વાગ્યે ન્યૂ પેલેસથી નીકળશે અંતિમયાત્રા મોરબીના ટીંબડી પાસે ચાર સવારી બાઈક ટ્રેક્ટર સાથે અથડાતા શાળાએ જઇ રહેલા એક વિદ્યાર્થીનું મોત મોરબીના રામપાર્કમાં રહેતી મહિલાએ બીમારીથી કંટાળીને ઘર ન કરવાનું કરી નાખ્યું મોરબીના પીપળી ગામ નજીકથી 7 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક રસ્તા ઉપર પડેલા મૃત રોજડા સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડુત હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં અણઘડ વહીવટ-પ્રજા વિરોધી કામગીરીથી ત્રસ્ત થઈને ભાજપ છોડ્યો: કિશોરભાઈ ચીખલીયા


SHARE







મોરબી જીલ્લામાં અણઘડ વહીવટ-પ્રજા વિરોધી કામગીરીથી ત્રસ્ત થઈને ભાજપ છોડ્યો: કિશોરભાઈ ચીખલીયા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોરે અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ લલીતભાઈ કગથરાએ જણાવ્યું હતું કે મંદી, મોંઘવારી અને બેરોજગારી સહિતના પ્રશ્નોથી જયારે ગુજરાતની પ્રજા ત્રસ્ત છે ત્યારે ભાજપની અનીતિ, અણઘડ વહીવટ અને પ્રજા વિરોધી કામગીરીથી ત્રસ્ત થઈને મોરબી જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને વરિષ્ઠ આગેવાન કિશોરભાઈ ચીખલીયાએ ભાજપને છોડ્યો છે અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે ભાજપમાંથી રાજીનામાં આપી જનતાલક્ષી કામગીરી કરતા કોંગ્રેસ પક્ષમાં વિધિવત રીતે જોડાયા છે જેથી કિશોરભાઈ અને તેમની ટીમનું કોંગ્રેસ પક્ષ સહર્ષ સ્વાગત કરે છે.

ગુજરાતમાં હાલમાં ચાલી રહેલી લોકશાહી માટે ખતરારૂપ છે. ભાજપ દ્વારા રાજકીય કિન્નાખોરી રાખી કોઈપણ કાર્યકર આગેવાન પર પગલા ભરવામાં આવશે તો કોંગ્રેસ પક્ષ તેના પડખે ઢાલ બનીને ઉભો રહેશે. પ્રધાનમંત્રીના કાર્યક્રમોમાં પ્રજાના પરસેવાના કરોડો રૂપિયાનો દુરુપયોગને રોકવા સુરતના કોંગ્રેસ કાર્યકર્તાઓએ વિરોધ દર્શાવ્યો હતો જેના પગલે વિરોધ કરતા ચાર યુવાનો ઉપર પાસા હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો. ભાજપની ધાક-ધમકી અને ડરાવવાની રાજનીતિનો જવાબ કોંગ્રેસ પક્ષ ડર્યા વગર મજબુતાઈથી આપશે

ગઇકાલે યોજાયેલ પત્રકાર પરિષદમાં મોરબી જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ જેવી માતૃ સંસ્થામાંથી ભાજપમાં જોડાવાનુ મને દુઃખ છે કોંગ્રેસ પક્ષના તમામ નેતા, આગેવાનો અને કાર્યકર્તાઓને વિનંતી કરું છું કે, ભાજપમાં કદાપી ન જોડાય. ભાજપ માત્ર જોડાયેલા નેતા, કાર્યકર્તાઓનો ઉપયોગ કરી ફેંકી દે છે. હું સંપૂર્ણ બિનશરતી રીતે મારી માતૃ સંસ્થા કોંગ્રેસમાં જોડાયો છું આ તકે ધારાસભ્ય જાવેદ પીરઝાદા, ધારાસભ્ય નિરંજન પટેલ, કોંગ્રેસ પક્ષના મીડિયા કો-ઓર્ડીનેટર હેમાંગ રાવલ, મોરબી જીલ્લા પંચાયતના સદસ્યો  નયનભાઈ અઘારા, મહેશ પારેયા, સતીષભાઈ મેરજા, નીલેશભાઈ, ગુજરાત પ્રદેશ એન એસ.યુ.આઈ. મંત્રી કુલદીપસિંહ જાડેજા, જીલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ અલ્પેશભાઈ કોઠીયા, જીલ્લા ઉપપ્રમુખ ભાવનીક મુછડિયા, ડોક્ટર સેલના પ્રમુખ ડો. અભયરાજસિંહ ઝાલા, અયુબભાઇ મોવર, ઇકબાલભાઈ જેડા, ગોરધનભાઈ, ધર્મેન્દ્રભાઈ વિરજા, જટુભા, મિલન સોરીયા,  દેવજીભાઈ રાજપરા સહીત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.




Latest News