મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

મેરબીમાં વિશ્વ અંતરિક્ષ સપ્તાહ ૪ થી ૧૦ ઓક્ટોબર અનુસંધાને ચિત્ર તથા પ્રશ્નોત્તરી સ્પર્ધા


SHARE







મેરબીમાં વિશ્વ અંતરિક્ષ સપ્તાહ ૪ થી ૧૦ ઓક્ટોબર અનુસંધાને ચિત્ર તથા પ્રશ્નોત્તરી સ્પર્ધા

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર" પ્રેરિત "આર્યભટ્ટ " લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા આયોજીત વિશ્ર્વ  અંતરિક્ષ સપ્તાહ અનુસંધાને ચિત્ર  તથા પ્રશ્નોતરી સ્પર્ધાનું આયોજન  કરેલ છે.વિશ્વ અંતરિક્ષ સપ્તાહ-૨૦૨૨ વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિકાસથી માનવ જીવન ખૂબ જ સરળ બન્યું છે.વિજ્ઞાન રોજીંદા જીવનને અનેક ફાયદાઓ થયા છે. સંચાર, ઇન્ટરનેટ, સેટેલાઇટ, સ્પેસ સ્ટેશન્સ, વેધર ફોરકાસ્ટ વગેરે જેવા અનેક નવા લાભો આજે આપણે માણી રહ્યા છીએ.વિશ્વ અંતરિક્ષ સપ્તાહ મનાવવાનો હેતુ સ્પેસ સેક્ટરમાં હજારો લોકોની મહાન સિદ્ધિઓને પ્રકાશિત કરી તેનાથી કઇ રીતે વિશ્વના આર્થિક અને ગતિશીલ વિકાસ પર અસરો પડી તેને ઉજાગર કરવાનો છે.

વિશ્વ અંતરિક્ષ સપ્તાહની ઉજવણીના સમયગાળા દરમિયાન વિવિધ સ્પેસ એજન્સીઓ, શાળાઓ, પ્લેનેટેરિયા, મ્યૂઝિયમ, એરોસ્પેસ સંસ્થાઓ અને ખગોળશાસ્ત્ર ક્લબ્સ સ્થાયી આર્થિક વિકાસ માટે અવકાશના વધુ ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે સ્પેસ એજ્યુકેશન, વેબિનાર અને આઉટરીચ કાર્યક્રમોનું આયોજન કરે છે અને આપણને સ્પેસ સાયન્સ દ્વારા મળતા લાભો વિશે ચર્ચા કરે છે અને યુવાનોને પ્રેરણા પૂરી પાડે છે.વિશ્વ અંતરિક્ષ સપ્તાહની ઉજવણી માટે કોઈપણ એક ચિત્ર દોરી તેનો ફોટો પાડી કેટેગરી મુજબનાં આપેલ પ્રશ્નનો જવાબનો વિડીયો બનાવીને મોકલી આપવાનો રહેશે.કેટેગરી ૧ માં ધો.૧ થી ૪ આકાશમાં ચંદ્ર અને તારાઓનું ચિત્ર દોરો જેમા આકાશ દર્શન એટલે શું ? કેટેગરી-૨ ધો.૫ થી ૮ સુર્ય મંડળનાં ગ્રહો (પૃથ્વી સહિત) દોરો ગ્રહ અને ઉપગ્રહ એટલે શું ?, કેટેગરી-૩ ધો.૯ થી ૧૨ ચંદ્રયાન દોરો જેમા ભારતિય અવકાશ યુગના પિતા કોણ ? શા માટે ?, કેટેગરી-૪ કોલેજના વિધાર્થીઓ,શિક્ષકમિત્રો તથા વાલીઓ સેટેલાઈટ કે રોકેટનું ચિત્ર સેટેલાઈટ એટલે શું ?તેનાં કાર્યો જણાવો. આ વિશ્વ અંતરિક્ષ સપ્તાહમાં ભાગ લેવાની છેલ્લી તા.૧૦-૧૦ રાતના નવ વાગ્યા પહેલા આપનો વિડીયો એલ.એમ.ભટ્ટ (નો.98249 12230) અથવા દિપેનભાઈ ભટ્ટ (મો.97279 86386) ને મોકલી આપવાના રહેશે. બધાજ સ્પર્ધકો ને પ્રમાણપત્ર આપવામાં આવશે કેટેગરી મુજબ શ્રેષ્ઠ રજુઆત કરનાર સ્પર્ધક ને શિલ્ડ તથા પ્રમાણપત્ર એનાયત કરવા માં આવશે.પ્રમાણપત્ર લેવા આવો ત્યારે તમે દોરેલ ચિત્રનું ડ્રોઈંગ સીટ જમા કરાવવા ની રહેશે.






Latest News