મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી શહેર, તાલુકા અને જીલ્લામાં મંજૂર થયેલા રોડના કામ વહેલા પૂરા કરવાની માંગ


SHARE









મોરબી શહેર, તાલુકા અને જીલ્લામાં મંજૂર થયેલા રોડના કામ વહેલા પૂરા કરવાની માંગ

મોરબી શહેર, તાલુકા અને જીલ્લામાં ઘણા કામો મંજૂર કરવામાં આવેલ છે જો કે, આગામી સમયમાં વિધાનસભા ચુંટણી માટેની આચાર સંહિતા અમલમાં આવે તે પહેલા મોરબીના સામાજિક કાર્યકરે રાજ્યમંત્રીને રજૂઆત કરીને મંજુર થયેલા કામો વહેલી તકે પૂરા કરવામાં આવે તેવી માંગ કરી છે

મોરબીના સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, વિધાનસભા ચુંટણીની આચાર સહિતા અમલમાં આવે તેવી શક્યતા છે જેથી કરીને તે પહેલા મોરબી શહેર, તાલુકા અને જીલ્લામાં સરકારે છેલ્લા વર્ષોમાં જેટલા કામોને મંજૂર કરેલ છે તે પૂરા કરવામાં આવે તે જરૂરી છે તેમણે જણાવ્યુ છે કે, મોરબી-હળવદ ફોરલેન, મોરબી-જેતપર ફોરલેન, મહેન્દ્રનગર ઓવરબ્રિજ, વાઘજી બાપુના બાવલા પાસે ઓવરબ્રિજ અને સેન્ટ મેરી સ્કૂલ પાસે રેલ્વે ઓવરબ્રિજ સહિતના કામો ઝડપથી કરવામાં આવેલ તેની સાથોસાથ રાજકોટ મોરબી ફોરલેનનું કામ છેલ્લા ઘણા વર્ષોથી ચાલુ છે તેને પણ પૂરું કરવામાં આવે તે જરૂરી છે




Latest News