મોરબીમાં દલવાડી સર્કલથી પંચાસર ચોકડી વચ્ચે રોડ સાઈડમાંથી ધૂળ-મેટલ ઉપાડવા કોંગ્રેસનાં આગેવાનની રજૂઆત માળીયા (મી)નાં સોનગઢ નજીક ખાનગી કંપનીની વીજ પોલ નમી ગયો મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળી નિમિતે દરરોજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસર: મોરબીમાં આવેલ પેકેજિંગના યુનિટોને ટકાવી રાખવા માટે 15 થી 20 ટકા જેટલો ભાવ વધારો નિશ્ચિત મોરબીના સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક સિસ્ટર નિવેદિતા એવોર્ડથી સન્માનિત મોરબીમાં સિરામિકના કારખાના બંધ હોય એસપી મુકેશ પટેલે ઉદ્યોગકારોને કર્યા મહત્વપૂર્ણ સૂચનો મોરબીમાં પાણીથી શેરી ધોતી મહિલાને પાડોશી મહિલા સહિત ત્રણ લોકોએ માથાકૂટ કરીને માર માર્યો ટંકારામાં પડતર જીનમાંથી 144 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીનો હળવદ રોડ ૧૯૭ કરોડના ખર્ચે ફોર લાઈન બનાવવાની કામગીરી શરૂ


SHARE













મોરબીનો હળવદ રોડ ૧૯૭ કરોડના ખર્ચે ફોર લાઈન બનાવવાની કામગીરી શરૂ

મોરબી હળવદને જોડતા માર્ગ પર વાહનવ્યવહારની વધતી સંખ્યાને અનુરૂપ આ રસ્તાને ફોર લેન બનાવવાની કામગીરી પર સરકારે મંજૂરીની મહોર લગાવી દીધી છે અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા તેને સંલગ્ન કામગીરીનો પ્રારંભ પણ કરવામાં આવ્યો છે.

પ્રજાની માંગ, મંત્રી બ્રિજેશભાઈ મેરજા સહિત રાજકીય આગેવાનોના સતત પ્રયત્નો તથા માર્ગ અને મકાન વિભાગ સહિત વહીવટી તંત્રની સતત કાર્યશીલતાના કારણે આ રસ્તાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અન્વયે માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાલ રોડને પહોળા કરવાની તથા સમતલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ રોડની વધુ વિગતો આપતા માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઈજનેરશ્રીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા તા.૨૮-૦૧-૨૦૨૨ ના રોજ  ૧૯૭.૦૬ કરોડનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હતું.

જે અન્વયે કી.મી. ૩૧/૮ થી ૭૨/૦ વચ્ચે કૂલ ૪૦.૨ કીમી. પૈકી ૩૯.૪૫ કીમીને હયાત ૧૦.૦ મી. પહોળારસ્તા માંથી ચાર માર્ગિય કરવાની તથા ૦.૭૫ કીમી હયાત ૧૦ મી. રસ્તાને ઓવરલેની કામગીરી હાથ ધરવામાં આવી છે. રસ્તામાં આવતા કૂલ ૫૬ નાળાને પહોળા કરવાની કામગીરી તથા કૂલ ૨ મોટા પુલ પૈકી ૧ હયાત પુલની બાજુમાં નવો પુલ બનાવવાની અને ૧ હયાત જુના પથ્થરના પુલની જગ્યાએ નવા મોટા પુલનું બાંધકામ કરવામાં આવશે. ઉપરાંત કૂલ ૧૬૫૦ મી. પ્રોટેક્શનવોલની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. આ કામગીરી પરફેક્ટ ઇન્ફ્રાક્રોપ પ્રા.લિમિટેડ એજન્સીને સોંપવામાં આવી છે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું.મોરબીની બે મહત્વના તાલુકા હળવદ અને મોરબીને જોડતા આ રસ્તો ફોર લાઈન બનતા ટ્રાફિકની સમસ્યાનો અંત આવશે તથા વાહન વ્યવહાર વધુ સુગમ બનશે.




Latest News