વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના દરબાર ગઢ ખાતે રાજપૂત સમાજ દ્વારા શરદોત્સવ યોજાયો: સમાજના નવ નવા ટ્રસ્ટી બન્યા  


SHARE









મોરબીના દરબાર ગઢ ખાતે રાજપૂત સમાજ દ્વારા શરદોત્સવ યોજાયો: સમાજના નવ નવા ટ્રસ્ટી બન્યા  

દરવર્ષની જેમ આ વર્ષે પણ મોરબીના દરબાર ગઢ ખાતે મોરબી રાજપૂત સમાજ દ્વારા શરદ પુનમના દિવસે સમાજના દીકરી અને બહેનો માટે શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમાજના બહેન દીકરીઓએ ટ્રેડીશનલ ડ્રેસ તેમજ રાજપૂત સમાજની ઝાંખી કરાવે તેવા વસ્ત્રો પહેરીને રાસગરબાની રમઝટ બોલાવી હતી અને રાસ ગરબાના આ કાર્યક્રમમાં જે બહેન દીકરીઓ દ્વારા સારી રીતે પર્ફોમન્સ કરવામાં આવ્યુ હતુ તેને વેલ ડ્રેસ, વેલ સ્ટાઇલ, વેલ એકસપ્રેસન, પ્રિન્સેસ સહિતના એવોર્ડ આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા આ તકે શરદોત્સવના મુખ્ય સ્પોન્સર જયદીપ કંપની વાળા દિલુભા જાડેજા, વાંકાનેરના મહારાણા કેશરિદેવસિંહ ઝાલા તેમજ દેવા સોલ્ટ પરિવારના પ્રતિનિધિ સહિતના આગેવાનો અને હોદેદારો હાજર રહ્યા હતા અને મોરબીમાં રાજપૂત સમાજના ટ્રસ્ટનાં ટ્રસ્ટી બનાવા માટે ૧૧ લાખ રૂપિયા સમાજમાં આપવાની નિર્ણય કરવામાં આવ્યો હતો અને આ તકે મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઉદેસિંહ ઝાલા (આદેપર)મ મહાવીરસિંહ નરેન્દ્રસિંહ જાડેજા (વીરપરડા), મહેન્દ્રસિંહ દિલુભા ઝાલા (રંગપર), કિશોરસિંહ વનરાજસિંહ ઝાલા (વઘાસિયા), દિલીપસિંહ જીવુભા ઝાલા (જૂના સદુળકા), મેઘરાજસિંહ નરભેસિંહ ઝાલા (રંગપર), નરવીરસિંહ વિજયભાઈ ઝાલા (રંગપર), રઘુવીરસિંહ ઝાલા (મોટા ખીજડીયા) અને નાગરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (વધારવા)એ સમાજના ટ્રસ્ટમાં ૧૧-૧૧ લાખ રૂપિયા આઈને ટ્રસ્ટી બનેલ છે અને શરદોત્સવના કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઉદેસિંહ ઝાલા, મહામંત્રી મહાવીરસિંહ જાડેજા, માજી પ્રમુખ મહેન્દ્રસિંહ ઝાલા, જયરાજસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ ઝાલા સહિતના રાજપૂત સમાજના આગેવાનો તેમજ યુવાનોએ જહેમત ઉઠાવી હતી




Latest News