મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના માટેલ રોડ ઉપર કારખાનામાં હાથ કપાઈ જતા યુવાન સારવારમાં


SHARE









મોરબીના માટેલ રોડ ઉપર કારખાનામાં હાથ કપાઈ જતા યુવાન સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા માટેલ રોડ ઉપરના સિરામીકના કારખાનામાં કામ દરમિયાન મજૂરનો હાથ મશીનમાં આવી ગયો હતો જેથી હાથ કપાઈ જતા મજુર યુવાનને સારવારમાં ખસેડાયો છે.

મોરબીના વાંકાનેર હાઇવે માટેલ રોડ ઉપર આવેલા એરીડા સિરામિકમાં કામ દરમિયાન મશીનમાં હાથ આવી જવાથી કાર્તિકભાઇ પુંજાભાઈ મકવાણા નામના ૪૮ વર્ષીય મૂળ દાહોદના વતની એવા મજૂર યુવાનને મોડીરાત્રીના અત્રેની હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો.જેથી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઇ ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ કરીને આ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.જ્યારે વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામે રહેતા રહેમતબેન ગુલાબભાઈ વડાવીયા નામના ૬૫ વર્ષીય વૃદ્ધા ઘરેથી બાઈકમાં બેસીને ખેતર તરફ જતા હતા ત્યારે રસ્તામાં તેઓનું બાઈક સ્લીપ થઈ જવાથી ઇજાગ્રસ્ત થયેલા રહેમતબેન વડાવીયાને મોરબીના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

મારામારીમા ઈજા

મોરબીના કંડલા બાયપાસ કામધેનુ પાસે રહેતા અશોક લક્ષ્મણ પટણી નામના ૩૭ વર્ષના યુવાનને મોડી રાતે તેના રહેણાંક વિસ્તાર નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થતા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના વાંકાનેર હાઇવે સરતાનપર રોડ ઉપર આવેલા વિટોન સિરામિક નામના યુનિટ નજીક ઝેરી સાપ કરડી જતા રોશનભાઈ કાલિરામ સીલાપરા નામના ૨૭ વર્ષના યુવાનને પણ સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.

બાળકી સારવારમાં

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા અલ્પેશભાઈ જાસલિયાની ચાર વર્ષીય પુત્રી દિવ્યા મોરબીના સામાકાંઠે અગ્નેશ્વર મહાદેવ મંદિર પાસે રોડ નજીક રમતી હતી ત્યારે ત્યાં કોઈ અજાણ્યા એકટીવા ચાલકે તેણીને હડફેટ લેતા ઇજાઓ થવાથી દિવ્યા અલ્પેશભાઈ નામની ચાર વર્ષની બાળકીને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવી હતી.




Latest News