મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે શક્તિ માતાજીનાં મંદિરે હવન યોજાયો: ટ્રસ્ટના પ્રમુખ પદે રઘુવીરસિંહ ઝાલાની વરણી


SHARE







મોરબીના શનાળા ગામે શક્તિ માતાજીનાં મંદિરે હવન યોજાયો: ટ્રસ્ટના પ્રમુખ પદે રઘુવીરસિંહ ઝાલાની વરણી

મોરબી તથા ટંકારા તાલુકામાં વસતાં ઝાલા રાજપૂત સમાજ તરફથી શક્ત શનાળા ગામે શક્તિ માતાજીનાં મંદિરે છેલ્લા ઘણા વર્ષથી શરદ પૂનમનાં દિવસે હવન-યજ્ઞ વિગેરેનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ પરંપરા મુજબ હવન યજ્ઞાદિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યજમાન પદે સાવજસિંહ નરવીરસિંહ ઝાલા (રંગપર), ભાગીરથસિંહ રૂપસિંહ ઝાલા (મોટા ખીજડીયા) અને પ્રદ્યુમનસિંહ બહાદુરસિંહ ઝાલા (નાની વાવડી) બેઠા હતા અને હવન-યજ્ઞાદિનો કાર્યક્ર્મ યોજાયો હતો અને દરવર્ષની જેમ સભા અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આઈ.કે. જાડેજા, વાંકાનેરના મહારાણા કેશરિદેવસિંહ ઝાલા, મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા, મોરબી જિલ્લા કરણી સેનાના પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા ત્યારે સમાજના ભાઈઓ બહેનો માતાજીના દર્શન, હવનના દર્શનનો લાભ લીધો હતો અને આદ્ય શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ પદે સર્વાનુમતે મૂળ ટંકારા તાલુકાનાં મોટા ખીજડીયા ગામના રહેવાસી રઘુવીરસિંહ કરણસિંહ ઝાલાની વરણી કરવામાં આવી છે અને હાલના કાર્યક્રને સફળ બનાવવા માટે સંસ્થાના વર્તમાન પ્રમુખ બાપાલાલસિંહ જે. ઝાલા (રતનપર), ઉપપ્રમુખ લાલુભા બી. ઝાલા (કેરાળા) અને મંત્રી યુવરાજસિંહ ડી. ઝાલા (શકત શનાળા) સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી






Latest News