મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ભૂદેવ પરિવારો માટે ભવ્ય શરદોત્સવ યોજાયો


SHARE









મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ભૂદેવ પરિવારો માટે ભવ્ય શરદોત્સવ યોજાયો

મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા દર વર્ષે શરદોત્સવનું આયોજન કરવામાં આવે છે આવી જ રીતે આ વર્ષે પણ શનાળા રોડ ઉપર આવેલ સરદાર બાગ સામે દવે પંચોલી પાર્ટી પ્લોટ ખાતે શરદપુનમની રઢિયાળી રાતે શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ભૂદેવ પરિવારના ભાઈઓ અને બહેનોએ ગરબાની રમઝટ બોલાવવા હતી આ તકે મોરબી સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ કિશોરભાઇ શુક્લ, પ્રશાંતભાઈ મહેતા, વિપુલભાઈ શુકલ, જિતેન્દ્રભાઈ ત્રિવેદી, નલિનભાઈ ભટ્ટ, મનોજભાઇ પંડ્યા, બીપીનભાઈ વ્યાસ, જગદીશભાઇ ઓઝા, દિનેશભાઇ પંડ્યા, પાલિકાના સભ્ય દર્શનાબેન ભટ્ટ અને પ્રવિણાબેન ત્રિવેદી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને પરશુરામ ગ્રૂપની ટીમના આયોજનને બિરદાવ્યૂ હતું આ શરદોત્સવને સફળ બનાવવા માટે મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ, મોરબી સમસ્ત બ્રહ્મસમાજ, સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પરિવાર, બ્રહ્મવિકાસ પરિષદ, પરશુરામ ધામ મોરબી, સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્ટ, બ્રહ્મપૂરી પરિવાર, અને ગાયત્રી પરિવાર સહિતની સંસ્થાઑના આગેવાનો તરફથી સહકાર મળ્યો હતો અને કાર્યક્રમ સફળ બનાવવા માટે પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ રોહિતભાઈ પંડ્યા, મહામંત્રી કમલભાઇ દવે અને ધ્વનીતભાઈ દવે સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી




Latest News