વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા પડતર માંગણીઓને લઈને કલેક્ટરને રજૂઆત: આંદોલનની ચીમકી


SHARE









મોરબી ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા પડતર માંગણીઓને લઈને કલેક્ટરને રજૂઆત: આંદોલનની ચીમકી

ગુજરાતમાં ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા વર્ષોથી પડતર પ્રશ્નો બાબતે અવારનવાર સરકારને મૌખીક તેમજ લેખીત રજુઆતો કરવામાં આવી છે તો પણ આજ દિન સુધી કોઈ પણ પ્રતિસાદ મળ્યો નથી જેથી ગત તા.૫/૧૦ સુધીની સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું તો પણ કોઈ પ્રતિસાદ નહી મળતા તા.૬/૧૦ થી ગુજરાત ભરમાંથી સાધુ સંતો પ્રતિક ઉપવાસ માટે ઉપવાસ છાવણી (સત્યાગ્રહ છાવણી) ગાંધીનગર ખાતે એકત્ર થયેલ હતા અને ત્યાર બાદ ગુજરાતનાં મહેસૂલ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંધવીએ બે વખત મિટિંગ માટે આગેવાનો બોલાવ્યા હતા અને તે કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી આગામી તા.૧૩/૧૦ નાં રોજ પ્રતિનિધી મંડળને મુલાકાતનો સમય આપેલ છે જે મુલાકાત આખરી તથા સુઃખદ ૨હે તેમજ સાધુ સમાજના હિતમાં નિર્ણય લેવામાં આવે તેવી આગેવાનો અપેક્ષા રાખી રહ્યા છે અને જો સાધુ સમાજના હીતમાં કોઈ ઠોસ નિર્ણય નહી લેવામાં આવે તો ગુજરાત સાધુ સમાજ દ્વારા ગ્રામ્ય કક્ષાએથી લઈને ગાંધીનગર સુધી ધરણાપ્રદર્શન તથા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે વધુમાં મોરબી ત્રિપાંખ સાધુ સમાજના આગેવાન ગુલાબગીરીએ જણાવ્યુ હતું કે, વર્ષો પહેલા દિવેલિય માટે સાધુ સંતોને જમીનો આપવામાં આવી છે જો કે, તેઓને ખેડૂત ગણવામાં આવતા નથી જેથી કરીને તેઓએને ખેડૂત ગણવામાં આવે તે સહિતની માંગણીઓ સરકાર સમક્ષ હાલમાં મૂકવામાં આવી છે




Latest News