મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

આને કહેવાય છેલ્લા બોલે છગ્ગો: મોરબીથી બદલી પામેલા ચીફ ઓફિસરે પંચાસર રોડે ગેરકાયદે ખડકાઇ ગયેલા બહુમાળીનું કર્યું ડિમોલેશન


SHARE







આને કહેવાય છેલ્લા બોલે છગ્ગો: મોરબીથી બદલી પામેલા ચીફ ઓફિસરે પંચાસર રોડે ગેરકાયદે ખડકાઇ ગયેલા બહુમાળીનું કર્યું ડિમોલેશન

મોરબીના પંચાસર રોડ ઉપર પ્રમુખ પાર્કની પાછળ કોઈપણ પ્રકારની મજૂરી વગર બહમલી બાંધકામ કરવામાં આવી રહ્યું હતું જેથી કરીને ત્યાં રહેતા આસામી દ્વારા પાલિકામાં અરજી કરવામાં આવી હતી અને હાઇકોર્ટમા પિટિશન દાખલ કરવામાં આવી હતી જે તે સમયે બહુમાળીને યથાવત સ્થિતિમાં રાખવા માટે હાઇકોર્ટમાંથી કહેવામા આવ્યું હતું તો પણ બિલ્ડર દ્વારા બાંધકામ કરવામાં આવી રહયું હતું જેના વિડીયો ફૂટેજ અરજદારના વકીલ મારફતે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેથી પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠવા લાગ્યા હતા માટે કોઈપણ જાતની મંજૂરી વગર જે બહુમાળી બનાવવામાં આવ્યું હતુ અને છેલ્લા છ માહિનામાં જે વધારાનું બાંધકામ કરવામાં આવ્યું  છે તેને તોડવા માટેની કામગીરી ચીફ ઓફિસરની હાજરીમાં પાલિકાના સ્ટાફ દ્વારા શરૂ કરવામાં આવેલ છે

મોરબી પાલિકામાંથી લોકોને બાંધકામ માટે ઓનલાઈન મંજૂરી આપવામાં આવે છે જોકે, ઘણા બિલ્ડરો કાયદાથી ઉપર હોય તેવી રીતે કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વગર આડેધડ બાંધકામ કરતાં હોય છે આવી જ રીતે મોરબીના પંચાસર રોડ ઉપર પ્રમુખપાર્ક-૧ પાછળ શ્રીનાથજી એન્ટરપ્રાઇઝ નામની પેઢીના શાંતિલાલ બેચારભાઈ, દિનેશભાઇ જગદીશભાઇ ગામી અને રમેશભાઈ મનજીભાઇ ભટાસણા દ્વારા બહુમાળી બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું અને ત્યાં પાછળના ભાગમાં રહતા ભાવેશભાઈ રણછોડભાઈ કુંડારિયા દ્વારા તેના ઘરમાં હવા ઉજાશ બંધ થઈ જતો હોવાથી પ્રથમ પાલિકામાં અરજીઓ કરવામાં આવી હતી જો કે, કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા ન હતા જેથી કરીને ગેરકાયદેસર બાંધકામને રોકવા માટે હાઇકોર્ટમાં ઘા નાખવામાં આવ્યો હતો ત્યાર બાદ કોર્ટના આદેશ મુજબ બંધકામને યથાવત સ્થિતિમાં જ રાખવાનું હતું માટે બાંધકામ અટકાવવા પાલિકાએ નોટિસ આપી હતી જો કે, બિલ્ડરો દ્વારા બાંધકામ ચાલુ રાખવામાં આવ્યું હતું જેથી કરીને અરજદાર દ્વારા બહુમાળીમાં બાંધકામ ચાલુ છે તેના વિડીયો ફૂટેજ સાથે રજૂઆત કરવામાં આવી હતી જેને ધ્યાને લઈને કોર્ટે પાલિકાની કામગીરી સામે સવાલો ઊભા કર્યા હતા જેથી કરીને પાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાની હાજરીમાં પાલિકાના સ્ટાફ દ્વારા ગેરેકાયદે બંધકામને તોડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને જે જગ્યાએ બહુમાળીને તોડવાની કામગીરી ચાલુ હતી તેની બાજુમાં જ બીજા બે બહુમાળી બિલ્ડીંગ કોઈપના પ્રકારની મંજૂરી વગર ઊભા કરવામાં આવ્યા હોવાનું પાલિકાના અધિકારીને ધ્યાને આવ્યું હતું જેથી તેને પણ પાલિકામાંથી નોટિસ આપવામાં આવશે તેવું ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ જણાવ્યુ છે






Latest News