મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના વિકાસ વિદ્યાલયમાં મંત્રીની હાજરીમાં અનાથ દીકરીના ધામધુમથી લગ્ન યોજાશે


SHARE









મોરબીના વિકાસ વિદ્યાલયમાં મંત્રીની હાજરીમાં અનાથ દીકરીના ધામધુમથી લગ્ન યોજાશે

મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ વિકાસ વિદ્યાલયમાં રહેતી અનાથ દીકરીના ધામધુમથી લગ્ન કરવા માટેની તૈયારી કરવામાં આવી રહી છે અને રાજ્યના મંત્રીની હાજરીમાં તેઓના આશીર્વાદ સાથે આ દીકરી પ્રભુતામાં ડગ માંડશે

મોરબીના શોભેશ્વર રોડ ઉપર વિકાસ વિદ્યાલય આવેલ છે ત્યાં રહેતી દીકરીઓમાંથી એક દીકરીના પાંચ વર્ષ પહેલા લગ્ન કરાવવામાં આવ્યા હતા ત્યાર બાદ આગમી ૧૬ મી તારીખે ફરી વિકાસ વિદ્યાલયમાં લગ્નની શરણાઈ ગુંજશે. ત્યાંના સંચાલક સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે, ૩ વર્ષની ઉંમરે મોરબી જિલ્લાના લજાઈ ગામ પાસેથી દીપાલી કે જેના હાલમાં લગ્ન થવાના છે તે મળી આવી હતી અને આગામી તા. ૧૬ ના રોજ મહેન્દ્રનગર ગામે રહેતા ધવલકુમાર રમેશભાઈ કાલરીયા સાથે તેના ધામધૂમથી લગ્ન કરવાં આવશે ત્યારે દીપાલીના લગ્ન પ્રસંગે મોરબી માળીયા મિયાણાંના ધારાસભ્ય અને રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજા, સાંસદ મોહનભાઇ કુંડારિયા, કલેકટર જે.બી.પટેલ સહિતના હાજર રહેશે અને આ દીકરીનું કન્યાદાન સદગૃહસ્થ નરેન્દ્ર રઘુરામ રામાનુજ કરશે તેમજ દાતાઓના સહયોગથી આ દીકરીને સોના ચાંદીના દાગીના સહિતનો કરીયાવર આપવામાં આવશે




Latest News