મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

મોરબીમાં સરસ્વતી શિશુ મંદિર ખાતે મહર્ષિ વાલ્મિકીજીની જન્મજયંતિ ઉજવાઇ


SHARE







મોરબીમાં સરસ્વતી શિશુ મંદિર ખાતે મહર્ષિ વાલ્મિકીજીની જન્મજયંતિ ઉજવાઇ

રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મિકીજીની જન્મ તિથિને અનુલક્ષીને મોરબી નગર દ્વારા શરદપૂર્ણિમાના શુભ દિવસે મહર્ષિ વાલ્મિકીજીનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું આ નિમિતે વાલ્મિકી સમાજના અગ્રણીઓ ઉપરાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકતાઓએ સાથે મળીને મહર્ષિ વાલ્મિકીજીનું પૂજન કરી સામાજિક સમરસતા અને સદભાવનું એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું. અને સરસ્વતી શિશુ મંદિર શનાળા મુકામે આ ઉત્કૃષ્ટ કાર્યક્રમ માં બહોળી સંખ્યામાં વાલ્મિકી સમાજના ભાઈઓ બહેનો અને સંઘ કાર્યકર્તાઓ પરિવાર સહ ઉપસ્થિત રહ્યા હતા.પૂજન બાદ પરિવાર સહ ભોજન અને રાસ ગરબાનો કાર્યક્રમ પણ રાખવામા આવ્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વાલ્મિકી સમાજના કાર્યકર્તાઓ એ જહેમત ઉઠાવી હતી






Latest News