મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

મોરબીના નવા કલેકટર તરીકે જી.ટી. પંડ્યા મુકાયા


SHARE







મોરબીના નવા કલેકટર તરીકે જી.ટી. પંડ્યા મુકાયા

આગામી વિધાનસભાની ચુંટણી પહેલા જુદાજુદા સરકારી વિભાગમાં અધિકારીઓની ધડોધડ બદલીઓ કરવામાં આવી રહી છે ત્યારે તાજેતરમાં આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી રહી છે જેમાં મોરબીના કલેકટરની પણ બદલી કરવામાં આવી છે અને મોરબીમાં નવા કલેકટર તરીકે જી.ટી. પંડ્યા મુકવામાં આવેલ છે

રાજ્યના જુદાજુદા સરકારી વિભાગોમાં ફરજ બજાવતા અધિકારીઓની બદલીઓના ઘાણવા કાઢવામાં આવી રહ્યા છે ત્યારે બુધવારે ૨૩ આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવેલ છે જેમાં અમદાવાદના નવા કલેકટર તરીકે ધવલ પટેલ, ભાવનગરના કલેકટર તરીકે રમેશભાઈ મેરજા, કચ્છ કલેકટર તરીકે દિલીપ રાણાને મૂકવામાં આવેલ છે અને મોરબીના કલેક્ટર જે.બી. પટેલની બદલી કરવામાં આવી છે અને મોરબીના નવા કલેકટર તરીકે જી.ટી. પંડ્યાને મુકવામાં આવ્યા છે આવી જ રીતે ગાંધીનગર મનપાના નવા કમિશ્નર તરીકે સંદીપ સાંગલેને મૂકવામાં આવેલ છે અને મોરબીના કલેકટર જે.બી. પટેલની બદલી ગાંધીનગર યુવા અને સાંસ્કૃતિક વિભાગના ડીરેક્ટર તરીકે મૂકવામાં આવેલ છે






Latest News