મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

માળિયા (મી) તાલુકામાં આવતી નર્મદા કેનાલમાં પાણી છોડવા જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખની માંગ: આંદોલનની ચીમકી


SHARE









માળિયા (મી) તાલુકામાં આવતી નર્મદા કેનાલમાં પાણી છોડવા જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખની માંગ: આંદોલનની ચીમકી

નર્મદાની મળિયા કેનાલ હાલમાં ચાલુ જ છે તો પણ મોરબી જીલ્લાના માળિયા તાલુકામાં આવેલ નર્મદાની કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોને હાલમાં સિચાઈ માટે પાણી મળી રહ્યું નથી આ વાતને સાંભળીને જરાપણ ચોકીજવાની જરૂર નથી કેમ કે, નર્મદાની માળીયા કેનાલમાં છેલ્લા ઘણા દિવસોથી પાણી બંધ કરી દેવામાં આવ્યું છે જેથી કરીને મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખે તાત્કાલિક પાણી છોડવાની માંગ કરેલ છે અને જો પાણી નહિ છોડવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે

નર્મદાની કેનાલમાંથી સિચાઈ માટેનું પાણી આવે તો જ માળિયા તાલુકાના ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં જે વાવણી કરવામાં આવી છે તે પાકને બચાવી શકાય તેમ છે જેથી કરીને વારંવાર રજૂઆતો પાણી છોડવા માટે કરવામાં આવી રહી છે તો પણ કેનાલમાં હજુ સુધી પાણી છોડવામાં આવ્યું નથી જેથી કરીને મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ જયંતિભાઈ પટેલ દ્વારા નર્મદાની કેનાલમાં તાત્કાલિક પાણી છોડવામાં આવે અને છેવાડાના ગામ સુધી નર્મદાનું પાણી સિચાઈ માટે ખેડૂતોને પાણી મળે તે જરૂરી છે નહીં તો ખેડૂતોના ખેતરમાં મગફળી, કપાસ અને તલ સહિતના પાક નિષ્ફળ જાય તેમ છે અને જો પાણી સમયસર નહિ આપવામાં આવે તો આગમી દિવસોમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે




Latest News