મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેરના જડેશ્વર રોડ ઉપરથી ૮૪ બોટલ દારૂ ભરેલ કાર સાથે બે શખ્સ પકડાયા


SHARE









વાંકાનેરના જડેશ્વર રોડ ઉપરથી ૮૪ બોટલ દારૂ ભરેલ કાર સાથે બે શખ્સ પકડાયા

વાંકાનેરથી જડેશ્વર રોડ ઉપર જતી કારને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તે કારમાંથી દારૂની ૮૪ બોટલ સાથે બે શખ્સો ઝડપાયા હતા જેથી કરીને પોલીસે કુલ મળીને ૩.૪૫ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હાલમાં બંને શબ્દોની ધરપકડ કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બંને શખ્સો પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લઈને આવ્યા હતા તે દિશામાં હાલમાં તપાસ શરૂ કરવામાં આવી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરથી જડેશ્વર જતા રોડ ઉપર આકાશ ગોલા સામેથી પસાર થતી સ્વીફ્ટ કાર નંબર જીજે ૩ એએ ૨૦૩૨ ને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તે કારમાંથી જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને દારૂની ૮૪ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૪૫૬૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કાર સાથે જયરાજસિંહ ઉર્ફે પીન્ટુ બળવંતસિંહ જાડેજા (૨૨) રહે. ચણોલ મોટી તાલુકો પડધરી અને પ્રદ્યુમનસિંહ ઉર્ફે પ્રદિપસિંહ અનોપસિંહ વાઘેલા (૩૭) રહે. ચણોલ મોટી તાલુકો પડધરી વાળાની ધરપકડ કરેલ છે અને આ બંને શખ્સો પાસેથી મળી આવેલ દારૂનો જથ્થો તે ક્યાંથી લઈને આવ્યા હતા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરેલ છે




Latest News