મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

મોરબી નજીક નિર્મળ જયોત પેટ્રોલ પંપ સામેથી ૯૪ બોટલ દારૂ ભરેલી કાર ઝડપાઇ: આરોપી ફરાર


SHARE







મોરબી નજીક નિર્મળ જયોત પેટ્રોલ પંપ સામેથી ૯૪ બોટલ દારૂ ભરેલી કાર ઝડપાઇ: આરોપી ફરાર

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ નિર્મળ જયોત પેટ્રોલ પંપ સામે રોડ ઉપરથી મારૂતી સ્વીફટ કાર પસાર થતી હતી તે કારમાંથી વિદેશી દારૂની ૯૪ બોટલો મળી આવી હતી જેથી કરીને એલસીબીની ટીમે દારૂ અને કાર મળીને ૨,૦૬,૭૨૫ નો મુદામાલ કરીને મોરબી બી ડિવિઝન પોલીસે સ્ટેશન ખાતે ગુનો નોંધાવીને મુદામાલ ત્યાં સોંપી આપેલ છે જો કે, આરોપી કાર છોડીને નાશી ગયો હોવાથી તેને પકડવા માટે પોલીસે ચક્રોગતિમાન કરેલ છે

મોરબી જિલ્લા એલસીબીના પીએસઆઈ એન.એચ.ચુડાસમા તેમજ એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમ દારૂ  સહિતના ગુના શોધવા માટે કાર્યરત છે ત્યારે એલસીબીની ટીમના સુરેશભાઇ હુંબલ, નંદલાલ વરમોરાવિક્રમભાઇ ફુગસીયાને સંયુકતમાં ખાનગી બાતમી આધારે કે પ્રવીણભાઇ શીવાભાઇ જોગરાદીયા રહે. ગુંદાળા તાલુકો જસદણ વાળો સ્વીફટ કાર નં જીજે ૩ સીઇ ૨૨૮૦ માં દારૂનો જથ્થો ભરીને વાંકાનેરથી મોરબી તરફ ડીલીવરી આપવા આવનાર છે જેથી કરીને મોરબી- વાંકાનેર હાઇવે રોડ ઉપર નિર્મળ જયોત પેટ્રોલપંપ સામે હકિકત વાળી ગાડીની વોચમાં હતા ત્યારે ગાડી નીકળી હતી જેને રોકાવવાનો પ્રયત્ન કરતા ગાડી સર્વિસ રોડ ઉપર ઉભી રાખીને કાર ચાલક દારૂનો જથ્થો ભરેલ ગાડી મુકી નાસી ભાગી હતો જેથી પોલીસે ૧,૫૦,૦૦૦ ની સ્વીફટ કાર અને ૯૪ બોટલ દારૂ જેની કિંમત ૪૫,૮૨૫ આમ કુલ મળીને ૨,૦૬,૭૨૫ નો મુદામાલ કબ્જે કરેલ છે અને મોરબી બી ડીવીઝ્ન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે દારૂ ભરેલી કાર સી હોડીને નાશી ગયેલા શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News