મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે ગૌશાળાના સંચાલકને માર મારનારા બનાસકાંઠાના રબારી સામે ગુનો નોંધાયો


SHARE









મોરબીના રવાપર ગામે ગૌશાળાના સંચાલકને માર મારનારા બનાસકાંઠાના રબારી સામે ગુનો નોંધાયો

મોરબીના રવાપર ગામ પાસે આવેલ માધવ ગૌશાળામાંથી ત્યાં તબેલો બનાવનારા મૂળ બનાસકાંઠાના રબારીને દૂધ આપવામાં આવતું હતું જો કે, તે દૂધના હિસાબમાં ગોટાળા કરતો હતો જેથી કરીને તેને દૂધ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેનો રોષ રાખીને તે શખ્સો માધવ ગૌશાળાનું  સંચાલન સાંભળતા બે વૃદ્ધ ઉપર હુમલો કર્યો હતો અને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી પોલીસે વૃદ્ધની ફરિયાદ લઈને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની  જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ગામે આવેલ રાધે એપાર્ટમેન્ટમાં શંકરના મંદિર સામે રહેતા નરશીભાઇ વેલજીભાઇ ચાડમીયા જાતે પટેલ (૬૧)એ હાલમાં પુંજાભાઇ રબારી રહે. હાલ રવાપર માધવ ગૌશાળા પાછળ પાવર હાઉસ પાસે મોરબી મુળ બનાસકાંઠા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી રવાપર ધુનડા રોડ માધવ ગૌશાળા આવેલ છે જેનું સંચાલન રવાપર ગામ સમસ્ત દ્વારા કરવામાં આવે છે અને માધવ ગૌશાળાની કમીટીના ફરિયાદી સભ્ય છે અને આ ગૌશાળામાંથી છેલ્લા દોઢેક વર્ષથી આરોપીને ગૌશાળાની ગાયોનુ દુધ ભરી આપતા હતા જો કે તે દુધના હિસાબમા ગોટાળા કરતો હતો જેથી કરીને તેને દૂધ આપવાનું ગામના લોકો તેમજ માધવ ગૌશાળાની કમીટીએ નક્કી કર્યું હતું જેથી કરીને તેનો ખાર રાખીને નરશીભાઇ વેલજીભાઇ ચાડમીયા તથા સાહેદ વસંતભાઇ માધવ ગૌશાળાએ બેઠેલ હતા ત્યારે આરોપીએ ત્યાં આવીને ઝઘડો કર્યો હતો અને ગાળો આપીને ઝપાઝપી કરી હતી અને ફરિયાદીને ધક્કો મારી પાડી દીધા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી પોલીસે વૃદ્ધની ફરિયાદ લઈને ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે




Latest News