મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

મોરબીના મકનસર પાસે અજાણ્યા વાહન ચાલકે કચડી નાખતા યુવાનનું મોત


SHARE







મોરબીના મકનસર પાસે અજાણ્યા વાહન ચાલકે કચડી નાખતા યુવાનનું મોત

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામ પાસે વીસ નાલા પુલ નજીક અજાણ્યા વાહન ચાલકે યુવાને હડફેટ લીધો હતો અને યુવાન ઉપરથી અજાણ્યાના તોતિંગ ટાયર ફેરવી દીધા હતા જેથી તેને માથામાં અને શરીરને ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજયું હતું અને આરોપી વાહન લઈને નાશી ગયેલ છે જેથી મૃતકના ભાઈની ફરિયાદ લઈને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હાલમાં મોરબીના રવાપર ઘૂનડા રોડ ઉપર આવેલ ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે રહેતા મૂળ મહારાષ્ટ્રના રહેવાસી સંઘપાલ ઉર્ફે સંદીપ દાદારાવ વાકોડે એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે, તેનો કાકાનો દીકરો મનોજ અશોકભાઈ વાકોડે ચાર દિવસ પહેલા સિક્યુરિટી તરીકે નોકરી કરવા માટે આવ્યો હતો અને ઓમ સિક્યુરિટીમા નોકરી કરીને ઘરે જવાની વાતો કરતો હોય ગઈકાલે બપોરના સમયે ઘરે જવા માટે નીકળ્યો હતો દરમિયાન રાત્રીના તેના ગામના દયારામ ભાઈ હરિચંદ્ર બસીરેનોએ તેને ફોન કર્યો હતો કે મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકાનસર ગામ પાસે વીસ નાલા પુલ નજીક અજાણ્યા વાહન ચાલકના વાહનના તોતિંગ ટાયર તેના કાકાના દીકરા મનોજભાઈના માથા અને શરીર ઉપરથી ફરી વળ્યાં હોય તેનું મોત નીપજયું હતું અને અકસ્માત સર્જીને વાહન ચાલક ઘટના સ્થળેથી નાશી ગયેલ હોય તેની સામે મૃતકના કૌટુંબિક ભાઈની ફરિયાદ લઈને પોલીસે અજાણ્યા વાહન સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News