મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

મોરબીની ૧૧ શાળાઓમાં જી.પી.એસ.સી.ની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું


SHARE







મોરબીની ૧૧ શાળાઓમાં જી.પી.એસ.સી.ની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારવર્ગ-૩ની પરીક્ષા આગામી તા. ૧૬/૧૦ ના લેવાનાર છે ત્યારે અધિક જીલ્લા મેજીસ્ટ્રેટએન.કે.મુછાર દ્વારા પરીક્ષા કેન્દ્રના સ્થળ તથા તેની આજુબાજુના વિસ્તારમાં સલામતીની વ્યવસ્થા ગોઠવવા જાહેરનામુ બહાર પાડ્યું છે.

જાહેરનામા અનુસાર મોરબી ખાતે નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારવર્ગ-૩ની જગ્યાઓ પર ભરતી માટે પ્રિલિમિનરી પરીક્ષા માટે જાહેર કરવામાં આવેલ પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૧૦૦ મીટર (સો મીટર) ના વિસ્તારમાં તા.૧૬/૧૦ રવિવારના રોજ પરીક્ષા સમય ૧૧:૦૦ થી ૦૧:૦૦ કલાક સુધી ચાર કરતાં વધુ વ્યકિતઓએ એકત્રીત થવું નહી અથવા કોઈ સભા ભરવી નહી કે કોઈ સરઘસ કાઢવું નહીં તેમજ પરીક્ષા સ્થળે મોબાઈલ ફોનલેપટોપટેબ્લેટકેલ્કયુલેટર વાળી ઘડીયાળ તેમજ કોઈપણ પ્રકારના ઈલેકટ્રોનીકસ ઉપકરણો લઈ જવા નહી તેમજ નિર્દીષ્ટ વિસ્તારની આસપાસ ઝેરોક્ષ અથવા લીથો કે અન્ય કોઈ રીતે પરીક્ષા કાર્યમાં ગેરરીતિ કરવા કોપીંગ વગેરે ગેરકાયદેસર કૃત્ય કરવા પર નિયંત્રણ લાદવામાં આવ્યા છે.

નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-૩ની જગ્યાઓ માટેની પ્રિલિમિનરી પરીક્ષા મોરબી એસ.વી.પી કન્યા વિદ્યાલયનવા બસ સ્ટેશન પાછળકન્યા છાત્રાલય કેમ્પસશ્રી ડી.જે.પટેલ કન્યા વિદ્યાલયનવા બસ સ્ટેશન પાછળકન્યા છાત્રાલય કેમ્પસન્યુ ઓમ શાંતિ ઇંગ્લિશ મિડીયમ વિદ્યાલયસરદાર બાગ સામેશનાળાનવયુગ વિદ્યાલયનવા બસ સ્ટેશન પાછળશનાળા રોડધી વી.સી.ટેક હાઇસ્કુલવી.સી.ફાટક પાસેનિલકંઠ વિદ્યાલયરવાપર રોડનિર્મળ વિદ્યાલયશિવપાર્ક સોસાયટીરવાપર કેનાલ રોડકિષ્‍ના સ્‍કૂલરવાપર ધુનડા રોડસાર્થક વિદ્યાલયએલ.ઈ.કોલેજ રોડકેશર બાગ સામેઉમા વિદ્યા સંકલઉમા ટાઉનશીપધરમપુર રોડસર્કિટ હાઉસ પાસેસેન્‍ટ મેરી સ્‍કુલનવલખી રોડમોરબી સહિતના સ્થાનો પર લેવામાં આવશે જ્યાં ઉપરોક્ત જાહેરનામાનું પાલન કરવાનું રહેશે






Latest News