વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં હડતાલ પર ગયેલ વીસીઇને છુટા કરવા આદેશ


SHARE









મોરબીમાં હડતાલ પર ગયેલ વીસીઇને છુટા કરવા આદેશ

રાજ્યમાં વીસીઇ તેની પડતર માંગણીઓને લઈને આંદોલન કરી રહ્યા છે અને હડતાળ ઉપર  છે ત્યારે સરકારે તેની માંગણી સંતોષવાને બદલે તાત્કાલિક અસરથી છુટ્ટા કરવાનો આદેશ કરવામાં આવેલ છે જેથી કરીને વીસીઇ દ્વારા આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવે તેવા સંકેત છે

ગ્રામ પંચાયતમાં વિવિધ કામગીરી માટે વીસીઇની વર્ષો પહેલા ભરતી કરવામાં આવી છે જો કે તેને નજીવા કમિશન આપવામાં આવે છે જેથી કરીને તેઓએ પગાર સહિતના પ્રશ્ન લઈને આંદોલન શરૂ કર્યું છે અને અચોક્કસ મુદતની હડતાલ ઉપર છે ત્યારે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે વીસીઇ ના પ્રશ્નોને ઉકેલવાને બદલે હવે ઉપરથી વીસીઇને છૂટા કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. અને મોરબી તાલુકામાં હડતાલ પર ઉતરેલા ૪૨ જેટલા કર્મીઓને તાત્કાલિક અસરથી છૂટા કરીને તેમના સ્થાને નવા કર્મચારીઓની ભરતી કરવાનો આદેશ ટીડીઓએ કરેલ છે અને જો આ નિર્ણયને રદ કરવામાં નહીં આવે તો આગમી તા ૧૭ ઓક્ટોબરના રોજ ગાંધીચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી વીસીઈએ ઉચ્ચારી હતી




Latest News