મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે પાણીના ખાડામાં પડી ગયેલ બાળકીને સારવારમાં ખસેડાઇ


SHARE







મોરબીના રફાળેશ્વર ગામે પાણીના ખાડામાં પડી ગયેલ બાળકીને સારવારમાં ખસેડાઇ

મોરબી નજીકના રફાળેશ્વર ગામ પાસે આવેલ મેલડી માતાજીના મંદિર પાસે પાણીના ખાડામાં પડી જવાથી બાળકીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામ પાસે મેલડી માતાજીના મંદિર પાસે પાણીના ખાડામાં પડી જવાથી સોનલબેન મેહુલભાઈ વાઘેલા (ઉંમર ૧૩) નામની બાળકી બેભાન થઈ જતા તેને બેભાન હાલતમાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવાની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીના મહેન્દ્રનગરથી પીપળી વચ્ચેના રસ્તામાં અકસ્માતનો બનાવ બન્યો હતો અને વાહન અકસ્માતમાં બનાવવામાં વઢવાણ તાલુકાના રામપર ગામે રહેતા કરસનભાઈ ગાંડુભાઈ રમેવાડીયા (૫૭) ને ઇજાઓ થઈ હોવાથી તેને મોરબીની આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને અકસ્માતના બનાવવાની બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મારામારીમાં ઇજા

મોરબીના મહેન્દ્રનગરથી ઘૂટું ગામ તરફ જવાના રસ્તા ઉપર આવતી હરિઓમ પાર્ક સોસાયટીમાં મારામારીનો બનાવ બન્યો હતો જે મારામારીના બનાવવામાં રેખાબેન વિજયભાઈ બાવાજી (૩૦) નામની મહિલાને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મારામારીના બનાવની મોરબી બી ડિવિઝન પોલીસની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News