મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

મોરબીમાં ચા બનાવવા બાબતે પતિ સાથે બોલાચાલી થતાં પરિણીતાનો આપઘાતનો પ્રયાસ


SHARE







મોરબીમાં ચા બનાવવા બાબતે પતિ સાથે બોલાચાલી થતાં પરિણીતાનો આપઘાતનો પ્રયાસ

મોરબીના વીસીપરા વિસ્તારમાં અમરેલી રોડ ઉપર આવેલ ભવાનીનગરમાં રહેતી પરણીતાને તેના પતિ સાથે ચા બનાવવા બાબતે બોલાચાલી થઈ હતી જેથી કરીને તેને લાગી આવતા તેણે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જેથી પરણીતાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવેલ છે અને આપઘાતના પ્રયાસના આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના અમરેલી રોડ ઉપર આવેલ ભવાનીનગરમાં રહેતા મહેશભાઈ પટેલના પત્ની સોનલબેન (ઉંમર ૨૫)એ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવેલ છે અને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં આ બનાવની તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વી.ડી. મેતા ચલાવી રહ્યા હોય તેની સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, સોનલબેન અને તેના પતિ મહેશભાઈ વચ્ચે ચા બનાવવા બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારે તેને લાગી આવતા તેણે પોતાના જ ઘરની અંદર પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો અને હાલમાં તે સારવાર હેઠળ છે વધુમાં મળતી માહિતી મુજબ સોનલબેન અને મહેશભાઈ બંનેના આ બીજા લગ્ન છે અને આપઘાત કરવા માટે થઈને પ્રયાસ કરનારા સોનલબેન સારવાર હેઠળ છે

મારામારીમાં ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવડયાળી પાસે સ્કાય ટચ સીરામીકમાં રહેતા સિદ્ધાર્થભાઈ નિરંજનભાઇ જગા (૨૦) ને તા. ૧૧ ના રોજ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News