મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

મોરબીના રંગપરમાં કડવા ચોથે પતિએ મોડુ આવવાનું કહેતા પત્નીએ અનંતની વાટ પકડી


SHARE







 

મોરબીના રંગપરમાં કડવા ચોથે પતિએ મોડુ આવવાનું કહેતા પત્નીએ અનંતની વાટ પકડી

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામે રહેતી પરણીતાએ કડવા ચોથનું વ્રત રાખ્યું હતું અને તેના પતિને ઘરે વહેલાઓ માટે કહ્યું હતું ત્યારે પરણીતાના પતિએ કામ હોવાથી મોડું થશે તેવું કહેતા લાગી આવતા પરણીતાએ પોતાના રૂમની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જ્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતા આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામે રહેતા આરતીબા જયદીપસિંહ ઝાલા (૨૩) એ પોતાના રૂમની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા. જેથી આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને આપઘાત કરી લેનાર પરણીતાના સસરા દિગ્વિજયસિંહ જયુભા ઝાલા (૪૭) એ જાણ કરી હતી અને વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી પ્રમાણે મૃતક પરણીતા આરતીબા ઝાલાએ કડવા ચોથનું વ્રત હોય વ્રત રાખ્યું હતું અને તેના પતિ જયદીપસિંહ દિગ્વિજયસિંહ ઝાલાને વહેલા ઘરે આવવા માટે થઈને કહ્યું હતું ત્યારે મૃતકના પતિએ કામ હોય મોડુ થશે તેવું કહ્યું હતું જેથી તેને લાગી આવ્યું હતું અને પરણીતાએ પોતાના રૂમની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો અને આપઘાત કરી લીધેલ છે આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના વિસીપરા વિસ્તારમાંથી બાઈક લઈને પસાર થઈ રહેલ જૂના નાગડાવાસ ગામે રહેતા અશ્વિનભાઈ રાઘવજીભાઈ રાઠોડ (૨૦) નું બાઈક રીક્ષા સાથે અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં અશ્વિનભાઈ રાઠોડને ઇજાઓ થઈ હોવાથી તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ છે આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News