મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે ગૌશાળાના સંચાલકને માર મારનારા રબારીની ધરપકડ


SHARE







મોરબીના રવાપર ગામે ગૌશાળાના સંચાલકને માર મારનારા રબારીની ધરપકડ

મોરબીના રવાપર ગામ પાસે આવેલ માધવ ગૌશાળામાંથી ત્યાં તબેલો બનાવનારા મૂળ બનાસકાંઠાના રબારીને દૂધ આપવામાં આવતું હતું જે શખ્સ દૂધના હિસાબમાં ગોટાળા કરતો હતો જેથી તેને દૂધ આપવાનું બંધ કર્યું હતું જેથી તેનો રોષ રાખીને માધવ ગૌશાળાનું  સંચાલન સાંભળતા બે વૃદ્ધ ઉપર હુમલો કર્યો હતો અને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે

મોરબીના રવાપર ગામે આવેલ રાધે એપાર્ટમેન્ટમાં શંકરના મંદિર સામે રહેતા નરશીભાઇ વેલજીભાઇ ચાડમીયા જાતે પટેલ (૬૧)એ પુંજાભાઇ રબારી રહે. હાલ રવાપર માધવ ગૌશાળા પાછળ પાવર હાઉસ પાસે મોરબી મુળ બનાસકાંઠા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, માધવ ગૌશાળાનું સંચાલન રવાપર ગામ સમસ્ત દ્વારા કરવામાં આવે છે અને માધવ
ગૌશાળાની કમીટીના તે સભ્ય છે અને આ ગૌશાળામાંથી છેલ્લા દોઢેક વર્ષથી આરોપીને ગાયોનુ દુધ ભરી આપતા હતા જો કે, તે દુધના હિસાબમા ગોટાળા કરતો હતો માટે તેને દૂધ આપવાનું ગામના લોકો તેમજ માધવ ગૌશાળાની કમીટીએ બંધ કરવાનું નક્કી કર્યું હતું જેથી તેનો ખાર રાખીને નરશીભાઇ વેલજીભાઇ ચાડમીયા તથા સાહેદ વસંતભાઇ માધવ
ગૌશાળાએ બેઠેલ હતા ત્યારે આરોપીએ ત્યાં આવીને ઝઘડો કર્યો હતો અને ગાળો આપીને ઝપાઝપી કરી હતી અને ફરિયાદીને ધક્કો મારી પાડી દીધા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેની ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પોલીસે હાલમાં આરોપી પુંજાભાઇ નગજીભાઇ રબારી (૩૦) રહે. હાલ રવાપર માધવ ગૌશાળા પાછળ પાવર હાઉસ પાસે મોરબી મુળ બનાસકાંઠા વાળાની ધરપકડ કરેલ છે






Latest News