મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં ભૂકંપમાં દિવંગતોના કુટુંબીજનોની ભુજના સ્મૃતિ વન માટે વિગતો મોકલી આપવા અનુરોધ


SHARE









મોરબીમાં ભૂકંપમાં દિવંગતોના કુટુંબીજનોની ભુજના સ્મૃતિ વન માટે વિગતો મોકલી આપવા અનુરોધ

મોરબી સહિત ગુજરાતમાં ભૂકંપમાં ઘણા લોકોના મોત નિપજ્યાં હતા તે દિવંગતોની તેના કુટુંબીજનોને ભુજના સ્મૃતિ વન માટે વિગતો મોકલી આપવા અનુરોધ કરવામાં આવેલ છે અને દિવંગતોના સ્મર્ણાર્થે પરિવારો માટે વૃક્ષારોપણ, ભજન  તથા પ્રવાસ મુલાકાતનું આયોજન કરાશે

સને-૨૦૦૧ ભૂકંપમાં અવસાન પામેલ દિવંગતોના કુટુંબીજનોની સ્મૃતિ મેમોરીયલ એન્ડ મ્યુઝીયમ, ભુજમાં ભૂકંપમાં અવસાન પામેલ વ્યક્તિઓના પરિવારો દ્વારા દિવંગતોના સ્મર્ણાર્થે વૃક્ષારોપણ, ભજન, પ્રવાસ તથા મુલાકાતનું આયોજન કરાય તે હેતુથી ભૂકંપની દુર્ઘટનામાં અવસાન પામેલા વ્યકિતનું પુરુનામ, ફોટો (સોફ્ટ કોપી), ૨૬મી જાન્યુઆરી ૨૦૦૧ના સમયની તેમની પ્રોફાઈલ વિગત તથા ગામના નામ સાથેની વિગત મંગાવવામાં આવી છે. આ ઉપરાંત અવસાન પામેલ વ્યકિતના નજીકના કુટુંબીજનોનું પુરુ નામ, દિવંગત વ્યકિત સાથેનો સંબંધ, મોબાઈલ નંબર, ઇ-મેઇલ એડ્રેસ, રહેઠાણનું સરનામું, તથા ગામનું નામ સહિતની વિગતો સંબંધિત મામલતદાર કચેરી અથવા morbiearthquake@gmail.com માં મોકલી આપવા જિલ્લા વહીવટી તંત્ર, મોરબી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.




Latest News