મોરબીના બેલા નજીક બાઇક ધીમું ચલાવવાનું કહેતા બે ઇસમોએ લોખંડની કોસ માથામાં મારતા યુવાનને માથામાં ફેક્ચર
SHARE
મોરબીના બેલા નજીક બાઇક ધીમું ચલાવવાનું કહેતા બે ઇસમોએ લોખંડની કોસ માથામાં મારતા યુવાનને માથામાં ફેક્ચર
મોરબીના જેતપર રોડ ઉપર આવેલા બેલા ગામ નજીક ખોખરા હનુમાન મંદિર પાસે ઓવર સ્પીડમાં જતા બાઇકના ચાલકને કાર ચાલક દ્રારા વાહન ધીમે ચલાવવાનું કહેવામાં આવ્યું હતું અને ઓવર સ્પીડના લીધે કોઈની સાથે અકસ્માત થઈ જશે તેમ કહેવામાં આવુ હતુ આવી નજીવી બાબતનો રોષ રાખીને બે શખ્સો દ્વારા રબારી યુવાનની ઉપર ટ્રેક્ટરના લોઢિયાની લોખંડની કોસ વડે માથાના ભાગે હુમલો કરવામાં આવતા રબારી યુવાનને માથામાં ફેક્ચર તેમજ હેમરેજ જેવી ગંભીર ઈજાઓ પહોંચતા યુવાનને સારવારમાં ખસેડાયો હતો અને બાદમાં તેણે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
મારામારીના ઉપરોક્ત બનાવની મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના બેલા (રંગપર) ગામે રહેતા ધર્મેન્દ્રભાઈ ઉર્ફે મોતીભાઈ પુંજાભાઈ કલોત્રા જાતે રબારી નામના ૩૮ વર્ષના યુવાન ઉપર બે શખ્સો દ્વારા ટ્રેક્ટરના લોઢીયાની કોસ વડે માથાના ભાગે હુમલો કરવામાં આવ્યો હતો જેથી ધર્મેન્દ્રભાઈ રબારીને માથાના ડાબા ભાગે ચીરો પડી ગયો હતો અને ફેક્ચર જેવી ઈજાઓ થઈ હતી તેમજ જમણા ભાગે પણ લોખંડની કોસ વડે તેઓને માર મારવામાં આવ્યો હોય હેમરાજ જેવી ઇજાઓ પહોંચી હતી જેથી કરીને ધર્મેન્દ્રભાઈ મોતીભાઈ રબારી નામના યુવાનને સારવારમાં ખસેડાયો હતો.બાદમાં તેઓએ મોરબી તાલુકા પીએસઆઇ અજમેરી સમક્ષ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ખોખરા હનુમાન મંદિર નજીક તેઓ કાર લઇને જઇ રહ્યા હતા ત્યારે પૂર ઝડપે બાઇક જતું હોય તે બાઇકના ચાલકને બાઇક ધીમુ ચલાવવા કહ્યું હતું અને કોઈનો અકસ્માત થઈ જશે તેમ કહ્યું હતું જેથી કરીને મયુરસિંહ પોપટભા ઝાલા અને યશરાજસિંહ દશરથસિંહ ઝાલા નામના બે શખ્સોએ ધર્મેન્દ્રભાઇ રબારીની સાથે ગાળો બોલી ઝઘડો કર્યો હતો અને બાદમાં તેઓને માથાના ભાગે ટ્રેક્ટરના લોઢિયાની કોસ ફટકારવામાં આવી હતી.જેમા ધર્મેન્દ્રભાઈના માથાના ડાબા ભાગે લોખંડની કોસ મારવામાં આવતા ચીરો પડી ગયો હતો અને ફેક્ચર જેવી ઇજાઓ પહોંચી હતી તેમજ જમણા ભાગમાં પણ લોખંડની કોસ મારવામાં આવી હોય હેમરાજ જેવી ઇજાઓ પહોંચી હતી અને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હોય તેમને સારવારમાં ખસેડાયા હતા.હાલમાં ધર્મેન્દ્રભાઈ રબારીની ફરિયાદ ઉપરથી તાલુકા પીએસઆઇ અજમેરી દ્વારા મયુરસિંહ ઝાલા અને યશરાજસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને તે અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.
ખાણ ખનીજ વિભાગે બે વાહન જપ્ત કર્યા
સમગ્ર મોરબી જિલ્લામાં સતત ખનીજ પરિવહન થતું રહે છે જે પૈકી મોટાભાગના વાહનોમાં બેરોકટોકપણે પાસ પરમિટ કે રોયલ્ટી ભર્યા વિનાના ખનીજનું પરિવહન થતું હોય છે.ત્યારે કામગીરીના નામે સમયાંચરે બે-ચાર કેસ કરવામાં આવતા હોય તે રીતે સરકારી વિભાગ દ્રારા કામ કરવામાં આવતું હોય છે અને તેના લીધે સરકારી તિજોરીને મોટી નુકસાની જતી હોય ઉચ્ચ કક્ષાએથી સમયાડતરે "ફલાડઇંગ સ્કવોડ" દ્રારા ચેકીંગ કરવામાં આવે તે જરૂરી છે. દરમિયાનમાં મોરબી ખાણખનીજ વિભાગે શહેરના પીપળી રોડ ઉપરથી ખનીજ પરિવહન કરતાં બે વાહનો જપ્ત કર્યા હતા જેમાં જીજે ૧૨ બીવી ૨૨૭૭ ના ચાલક સલીમ સુમાર કુંભાર અને જીજે ૧૨ બીડબલ્યુ ૫૬૮૧ ના ચાલક રમેશ શીવા દારોદરા સામે ધોરણસરની કાર્યવાહી કરી હોવાનું જાણવા મળે છે.