મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં ગૌશાળાના લાભાર્થે રાહતભાવે માધવ ફટાકડા સ્ટોલ શરૂ


SHARE









મોરબીમાં ગૌશાળાના લાભાર્થે રાહતભાવે માધવ ફટાકડા સ્ટોલ શરૂ

મોરબીના લોકો દ્વારા મોટા ભાગના તહેવારોની સાથે ગૌસેવાને જોડવામાં આવે છે અને તેમાં લોકો તરફથી સારો સહકાર પણ મળે છે ત્યારે મોરબીમાં ગૌશાળાના લાભાર્થે જુદાજુદા ચાર સ્થળે માધવ ફટાકડા સ્ટોલ શરૂ કરવામાં આવેલ છે અને ત્યાંથી શહેરીજનો રાહતભાવે તદન નવા અને આધુનિક ફટાકડા મળશે અને આ ચારેય સ્ટોલ ઉપરથી જે ફટાકડાનું વેચાણ થશે અને તેના થકી જે આવક થશે તે રકમને ગૌસેવાના કાર્યમાં વાપરવામાં આવશે

મોરબી નજીકના રવાપર ગામે સમસ્ત રવાપર ગામ સંચાલિત માધવ ગૌશાળાના લાભાર્થે બાપા સીતારામ ચોક, રવાપર કેનાલ ચોકડી, બોની પાર્ક પાસે ધરતી ટાવરની બાજુમાં અને ક્રિષ્ના સ્કૂલ પાસે માધવ ફટાકડા સ્ટોલનું આયોજન કરેલ છે. અને આ ચારેય સ્ટોલ ઉપર લોકોને રાહતભાવેથી ફટાકડા વેચવામાં આવી રહ્યા છે અને આ સ્ટોલમાં ફટાકડાના વેચાણથી જે નફાની જે આવક થશે તે તમામ રકમને માધવ ગૌશાળામાં ગૌસેવા માટે આપવામાં આવશે જેથી કરીને રવાપર ગામના લોકો, ઉદ્યોગકારો સહિતના નગરજનોને આ ચારેય સ્ટોલ ઉપરથી ફટાકડાની ખરીદી કરીને ગૌસેવાના સારા કાર્યમાં સહભાગી થવા માટે આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે




Latest News