મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં બાંધકામ સાઈટ પાસે અકસ્માત સર્જીને બાળકીનું મોત નિપજાવનાર ટ્રેક્ટર ચાલકની ધરપકડ


SHARE









મોરબીમાં બાંધકામ સાઈટ પાસે અકસ્માત સર્જીને બાળકીનું મોત નિપજાવનાર ટ્રેક્ટર ચાલકની ધરપકડ

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં એલ.ઇ. કોલેજ રોડ ઉપર અક્ષર સીટી ફલોરામાં બાંધકામ ચાલી રહ્યું છે દરમિયાન ટ્રેક્ટરના ચાલકે ત્યાં રમી રહેલ શ્રમિકની દોઢ વર્ષની દીકરીને હડફેટ લીધી હતી જેથી કરીને તેને માથામાં ગંભીર થતા બાળકીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું અને અકસ્માત સર્જીને ટ્રેક્ટર ચાલક પોતાનું ટ્રેક્ટર સ્થળ ઉપર છોડીને નાસી ગયો હતો જેથી મૃતક બાળકીના પિતાએ ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે આરોપી ટ્રેક્ટર ચાલકની ધરપકડ કરેલ છે

જાણવા મળતી વિગત મુજબ મૂળ એમપીના જાંબુવા જિલ્લાના અગ્રાલ ગામના રહેવાસી અને હાલમાં મોરબીની પંચાસર ચોકડી પાસે મહાવીર નગર નજીક દોશી સ્કૂલની સામે રહેતા રવિન્દ્રભાઈ લાલચંદભાઈ ખંડેળા જાતે આદિવાસી (ઉંમર ૨૫) એ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ટ્રેક્ટર નં. જીજે ૧૭ બીએન ૧૭૪૦ ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેણે જણાવ્યું છે કે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં એલ.ઇ. કોલેજ રોડ ઉપર અક્ષર સીટી ફ્લોરા સાઈટ ઉપર બાંધકામની કામગીરી ચાલી રહી છે ત્યારે તેઓની દીકરી આરોહી (ઉંમર ૧.૫) ત્યાં રમતી હતી દરમ્યાન ટ્રેકટર ચાલકે બેફિકરાઈથી પોતાનું વાહન ચલાવીને અચાનક ટર્ન લીધો હતો અને ત્યારે ફરિયાદી રવિન્દ્રભાઈની દીકરીને ટ્રેક્ટર માં જોડેલ ટ્રોલીથી હડફેટે લીધી હતી અને ત્યારે આરોહીને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું ત્યારબાદ તેના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માત સર્જીને ટ્રેક્ટર ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર છોડીને નાસી ગયો હતો. જેથી મૃતક બાળકીના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને આ ગુનામાં પોલીસે ટ્રેક્ટર ચાલક કિશોરભાઇ પરબતભાઇ તાવિયાડ (૨૨) રહે. હાલ રહે. અક્ષર સીટી ફ્લોરા સાઈટના લેબર કવાર્ટર એલ.ઇ. કોલેજ રોડ મોરબી-૨ મૂળ રહે. પંચમહાલ વાળાની પીએસઆઈ જે.એલ.ઝાલા અને રાઇટર સંજય લકુમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.




Latest News